Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઝોમેટોના કર્મચારીઓને મળશે ૨૬ અઠવાડીયાની પેરન્ટલ પેઇડ લીવ

ફૂડ એગ્રીગેટર કંપની ઝોમેટો ભારતમાં પેટર્નિટી લીવ માટે એક નવો માપદંડ નક્કી કર્યો છે. કંપનીએ ૨૬ અઠવાડિયાની પેટર્નિટી લીવની જાહેરાત કરી છે. ઝોમેટોના ફાઉન્ડરે સોમવારે એક બ્લોગમાં કહ્યું હતું કે, આવનારા સમયમાં ઝોમેટોમાં પુરુષો અને મહિલાઓ માટે પેરંટલ લીવ પોલિસીમાં જરા પણ અંતર નહીં હશે. તેમણે યુનિવર્સલ પેટર્નલ લીવની અનુપસ્થિતિને મુખ્ય મુદ્દો ગણાવીને કહ્યું હતું કે, આ કારણે જ કંપનીઓમાં ટોચના સ્થાનો પર મહિલાઓની સંખ્યા ઓછી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાભરમાં મોટાભાગની કંપનીઓમાં ટોચના પદો પર વર્તમાનમાં પુરુષોનો કબ્જો છે અને જો કોઈ સંસ્થા સીનિયર રેન્ક પર લેંગિક સંતુલન પર ધ્યાન આપવા માગતી હોય તો તે લગભગ અસંભવ બની જાય છે, કારણ કે ભરતીમાં પૂર્વગ્રહ તેની આડે આવી જાય છે.

કંપનીની પેટર્નલ લીવની આ પોલિસી સરોગસી, એડોપ્શન તેમજ સમલૈંગિક પાર્ટનરો પર પણ લાગૂ થશે. પેરેન્ટ્સને કંપની તરફથી પ્રતિ બાળક ૧૦૦૦ ડોલરની સહાયતા પણ કરવામાં આવશે.

કુલ ૧૩ દેશોમાં વ્યવસાય કરનારી કંપની ઝોમેટોએ પોતાની મહિલા કર્મચારીઓને ૨૬ અઠવાડિયાની પેઈડ મેટરનલ લીવ આપશે અથવા તો આ સંદર્ભમાં સરકારની નીતિઓનું પાલન કરશે. તેમાં જે વધુ હશે, કંપની તે પ્રમાણે પેરંટલ લીવ આપશે. એટલી જ રજા પુરુષોને પણ પેટર્નલ લીવ તરીકે આપશે. પોલિસીમાં આ બદલાવ એ કર્મચારીઓ પર પણ લાગૂ થશે, જે છેલ્લાં ૬ મહિના દરમિયાન પેરેન્ટ્સ બન્યા છે.

(3:38 pm IST)