Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઓસ્ટ્રેલીયામાં બેફામ ગોળીબાર ૪ મોતઃ ૨ ગંભીરઃ ૧ ઝડપાયો

મેલબોર્નઃતા.૫ ઓસ્ટ્રલિયાના શહેર ડારવિનમાં એક બંદુકધારીએ આડેધડ ફાયરિંગ કરતાં ઓછામાં ઓછા ચાર જણા માર્યા ગયા હતા. નોર્ધર્ન ટેરેટરી પોલીસ વડાએ કહ્યું હતું કે મંગળવારની ગોળીબારની ઘટના પછી ૪૫ વર્ષના એક પુરૂષની ધરપકડ કરવામાં આવી હતી.'હાલમાં અમને ચાર વ્યકિતઓના મોતના સમાચાર મળ્યા છે. ઉપરાંત અન્ય કેટલાક ઘાયલ થયા હતા'' એમ તેમણે કહ્યું હતું.

ઓસ્ટ્ર્ેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પો.એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે આજે બપોરે મોડેથી એક પુરૂષે વુફનર પરામાં પાલ્મસ હોટલ પાસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે સાવચેતીના પગલાં રૂપે એ વિસ્તાકની કેટલીક દુકાનો અને દ્યરોને બંધ કરાવી દીધા હતા અને હત્યારો હજુ પણ રસ્તામાં હોવાથી લોકોને સાવચેત કર્યા હતા. લંડન ગયેલા ઓસીઝ વડા પ્રધાન સ્કોટ મોરિસે કહ્યું હતું કે આ કંઇ આતંકવાદી હુમલો નથી.

નજરે જોનારાઓએ કહ્યું હતું કે હત્યારાએ ડાર્વિન હોટલમાં પ્રવેશ કરી તમામ રૂમને બંધ કરી દીધા હતા અને પછી કોઇને શોધતો હોય તે રીતે બધા રૂમમાં ગયો હતો. અંદર જઇને એણે ફાયરિંગ કરી હત્યા કરી હતી.ત્યાર પછી ત્યાંથી કુદીને બહાર ઊભેલી તેની કારમાં બેસી ભાગી ગયો હતો. જો કે પાછળથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.પોલીસે કહ્યું હતું કે હવે કોઇ જ જોખમ કે ડર નથી.

(3:38 pm IST)