Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઇફતાર પાર્ટી અંગે ટીકા બદલ અમિત શાહે ગિરીરાજ સિંહનો ઉધડો લીધો

નવીદિલ્હી,તા.૫: ગૃહ મંત્રી અમિત શાહે ઈફતાર પાર્ટીને લઈને કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ તરફથી કરવામા આવેલી ટીકા અંગે નારાજગી વ્યકત કરતા તેમનો ઉધડો લેતા જણાવ્યુ હતુ કે હવે તમારા માટે આવી કોઈ ફરિયાદ આવવી ન જોઈએ. અને કોઈપણ કાર્યકમ કે સમારંભમા આડેધડ નિવેદન કરવાથી તેમને દુર રહેવા સલાહ આપી છેે. બીજી તરફ આ મુદે ગિરીરાજ સિંહ સામે કાર્યવાહી કરવા માગણી કરવામા આવી છે.

ઈફતાર પાર્ટી અંગે કરેલી ટીકા બાદ ગિરિરાજસિંહ તેમની જ પાર્ટીના નેતાઓના નિશાન પર આવી ગયા છે. મુખ્યમંત્રી નિતિશ કુમાર પર પ્રહાર બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ગિરીરાજસિંહ પર નિશાન સાઘતા જણાવ્યુ હતુ કે જે લોકો ટીકા કરી રહ્યા છે તે હોળીમા પણ ભોજન આપતા નથી ત્યારે ઈફતાર તો દૂરની વાત છે. તેમણે જણાવ્યુ કે ગિરીરાજે શુ ટિવટ કર્યુ છે તેની મને ખબર નથી. પણ હુ એટલુ કહી શકુ કે મને હિન્દુ હોવા પર ગર્વ છે. અને હુ આ રીતે ઈફતારનુ આયોજન કરુ છુ. તેમજ હોળી મિલનનુ પણ આયોજન કરુ છુ. મુખ્યંમંત્રીના ઘરે દર વર્ષે છઠ નિમીતે ખરનાનુ પણ આયોજન થાય છે. અને અમે ઈફતાર પાર્ટી પણ કરીએ છીએ. તેમા ફળાહાર પણ કરીએ છીએ.

ગિરીરાજ સિંહની ટીકા અંંગે જેડીયુના કે સી ત્યાગીએ જણાવ્યુ કે તેમની વિચારસરણી વડાપ્રધાન મોદીની શીખ તમામનો વિશ્વાસની વિરૂદ્ધ છે. તેમણે જણાવ્યુ કે તેએો તેમને એક તસવીર મોકલી રહ્યા છે જેમા મોદી વિશ્વની સૌથી સુંદર મસ્જિદ કે જે અબુધાબીમા આવેલી છે એ તેની અંદર તેઓ શેખ ઈમામ સાથે ફરી રહ્યા છે આ માબતે ગિરીરાજ સિંહ શુ કહેશે. આ પહેલા જમુઈના સાંસદ ચિરાગ પાસવાને પણ ગિરીરાજસિંહની ટીકાનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે આ રીતે તહેવાર મનાવવાથી સમાજમા સમરસતા આવે તેની સામે કેટલાક લોકો આંગળી ઉઠાવી રહયા છે.

(3:35 pm IST)