Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

હવે પછીના રાષ્ટ્રપતિ - ઉપરાષ્ટ્રપતિ પણ ભાજપની પસંદગીના જ હશે

રામનાથ કોવિંદની જુલાઇ ૨૦૨૨માં અને વૈંકયાનાયડુની મુદત ઓગષ્ટ ૨૦૨૨માં પૂરી થાય છે

રાજકોટ, તા.પઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૦૩ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળતા હવે પછીના રાષ્ટ્રપતી અને ઉપરાષ્ટ્રપતિ પણ ભાજપની પસંદગીના જ આવે તેવા ઉજજવળ સંજોગો છે. હવે પછીની લોકસભાની ચૂંટણી (૨૦૨૪) પહેલા આ ટોચના બંને પદ માટેની ચૂંટણી આવી જશે.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની મુદત ૨૪ જુલાઇ ૨૦૨૨ અને ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુની મુદત ૧૦ ઓગષ્ટ ૨૦૨૨માં પૂરી થશે. તે જ વર્ષના ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવા પાત્ર છે.

૨૦૧૪માં ભાજપને ૩૮૨ બેઠકો મળતા ૨૦૧૭માં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ બંને ભાજપના જ ચૂંટાયા હતા. ૨૦૧૯માં ભાજપ અને એન.ડી.એ.ની સ્થિતિ ૨૦૧૭ કરતા વધુ મજબૂત બની છે. તેથી હવે પછીના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ ભાજપની પસંદગીના જ આવશે તે સ્પષ્ટ છે.

(3:32 pm IST)