Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

છુટક ધંધાર્થી-રેકડીવાળા-પાથરણાવાળાને મળશે અધિકાર

મોદી સરકારે દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો લીધો નિર્ણય : રોજગારની સ્થિતિ શું છે એ ૬ મહિનામાં જાણી શકાશેઃ નાના માણસોને મળશે મોટો અધિકારઃ લોન મળવા સહિત અનેક અધિકારો મળશે

નવીદિલ્હી, તા.૫: મોદી સરકાર સત્ત્।ામાં આવતા જ નવી યોજનાઓ ઘડવામાં લાગી ગઈ છે. હવે સરકારે આર્થિક સરવે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં રેકડી, પાથરણાવાળા, અને પોતાનો નાનો છુટ્ટક ધંધો કરનારા લોકોને વેપારની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કરાશે. આ સાથે જ ૨૭ કરોડ દ્યર અને૭ કરોડ સંસ્થાનોનો સરવે થશે. આ સરવે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં શરૂ થશે. આ સરવે સમાપ્ત થયાના ૬ મહિના બાદ દેશની આર્થિક સ્થિતીનો ચિત્ત્।ાર મળશે. ગત આર્થિક સરવે યુપીએ સરકારના સાશનમાં વર્ષ ૨૦૧૩માં થયો હતો. દેશમાં દર ૫ વર્ષે આર્થિક સરવે કરવામાં આવે છે. અગાઉ શિક્ષકો, આંગણવાડીની બહેનો, આશા વર્કર વગેરે આ સરવેની કામગીરી બજાવતા હતા. જોકે, આ વર્ષે આ સરવે સીએસી એજન્સી આપવામાં આવશે. એજન્સી પોતાના જનસેવા કેન્દ્રોના મારફતે આ સરવેની કામગીરી પુરી કરશે.

નવા અધિકારો મળશેઃ એસકોર્ટ સિકયોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આર્થિક સરવેમાં રેકડી ધારકોનો સમાવેશ કરવાથી તે તમામ મેઇનસ્ટ્રીમમાં આવી જશે. સરકાર તેમના માટે પણ કાયદો અને યોજના બનાવશે અને તેમને પણ અધિકારો મળશે. આ અધિકારો સાથે તેમને લોન પણ મળી શકશે.

આવી રીતે થશે સરવેઃ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અલગ અલગ સરવેયર કામ કરશે. તેઓ ઘરે ઘરે જઈ આર્થિક માપદંડના આધારે સરવે કરશે. સરવેની કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. તમામ ગણતરી પેપરલેસ થશે. મોબાઇલ અથવા ટેબલેટના માધ્યમથી સરવે કરવામાં આવશે. તમામ ડિટેલ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

પ્રતિ પરિવાર રૂ. ૨૦ મળશેઃ આ સરવેમાં કામ કરનારા સરવેયરને પ્રતિ પરિવાર રૂ ૧૫-૨૦ મહેનતાણું આપવામાં આવશે. આશરે ૨૦ કરોડ પરિવારનો આર્થિક સરવેમાં સમાવેશ કરાય તેવી શકયતા છે.  આ સરવે પાછળ સરકારને આશરે રૂ. ૩૦૦ કરોડનો ખર્ચ થશે.અત્યાર સુધી સરકાર નોકરીને જ રોજગાર માનનારને ખબર પડશે કે દેશમાં રોજગારની સ્થિતિ શું છે. સાથે જ સરકારની પાસે નક્કર ડેટા આવી જશે કે કોણ અને કેટલા લોકો રોજગાર બાકાત છે. તેના માટે રાજયો પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણને બિલકુલ વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવશે.

આ સર્વેક્ષણ માટે ૧૨ લાખ સર્વેક્ષણકર્તાઓને ટ્રેનિંગ આપીને તૈયાર કરી લેવામાં આવ્યા છે. તેમના માટે એક પરફોર્મા આપવામાં આવશે. તેના આધારે ડેટા તૈયાર કરી રોજગારની યોગ્ય સ્થિતિ વિશે જાણી શકાશે. ૧૨ લાખ સર્વેક્ષણકર્તાઓના રિપોર્ટને ફલ્લ્બ્ ના અધિકારી આકલન કરશે. તેમાં રાજય સરકાર અને MSME ના અધિકારીઓની મદદ લેવામાં આવશે.

મળતી માહિતી અનુસાર આ આર્થિક સર્વેક્ષણથી ક્રોપ પ્રોડ્કશન, પ્લાન્ટેશન, ડિફેન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કંપલસરી સોશિયલ સિકયોરિટી સર્વિસિઝને બહાર રાખવામાં આવી છે. તેના માટે તાજેતરમાં જ દિલ્હીમાં એક ટ્રેનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રકારે દેશમાં ૬૦૦૦ જગ્યાઓ પર કાર્યક્રમ યોજાયો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સર્વેક્ષણમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે દેશમાં અત્યાર સુધી ૬ વખત આર્થિક સર્વેક્ષણ અને ગણતરી થઇ ચૂકી છે.

(3:22 pm IST)