Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

લોકસભાની ચૂંટણી પાછળ ભાજપે ખર્ચી નાખ્યા ૨૭૦૦૦ કરોડ

સેન્ટર ફોર મીડીયા સ્ટડીઝનો રિપોર્ટ

નવી દિલ્હી તા ૫  : લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ૨૭૦૦૦ કરોડ રૂપિયા વાપર્યા. ખાનગી  થીંક ટેક સેંટર ફોર મીડીયા સ્ટડીઝ (સીએમએસ) એ સોમવાર ૩ જુને બહાર પાડેલ પોતાના એક રીપોર્ટમાં આવો દાવો કર્યો છે. ભાજપાનો ચૂંટણી ખર્ચ દેશમાં થયેલ કુલ ચુંટણી ખર્ચના ૪૫ ટકા હતો જે ૨૦૧૪ની ચુંટણીના કુલ ખર્ચ કરતા પણ વધારે છે. રિપોર્ટમાં ૨૦૧૯ ની ચુંટણીને અત્યાર સુધીની  સોૈથી મોંઘી ચુંટણી કહેવામાં આવી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દુનિયામાં કોઇપણ ચુંટણીમાં આટલા વધારે પૈસા નથી ખર્ચાયા. આ પહેલીવાર છે કે કોઇ દેશની ચુંટણીમાં આટલો ખર્ચ થયો હોય. રિપોર્ટ અનુસાર ભાજપાએ ૧૯૯૮માં થયેલ ચુંટણીમાં કુલ ખર્ચના ૨૦ ટકા ખર્ચ કર્યો હતો. જયારે ૨૦૦૯ ની ચુંટણીમાં કુલ ચંુટણી ખર્ચના ૪૦ ટકા.

૧૯૯૮ની ચંુટણીમાં ૯૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.૧૯૯૯ માં આ આંકડો ૧૦૦૦૦ કરોડ અને ૨૦૦૪ માં ૧૪૦૦૦ કરોડ હતો, ૨૦૦૯ માં આ આંકડો ૨૦૦૦૦ કરોડ અને ૨૦૧૪માં ૩૦૦૦૦ કરોડ પર પહોચ્યો હતો, જે ૨૦૧૯માં ડબલ થઇ ગયો હતો. રિપોર્ટ અનુસાર આ ચુેટણીમાં એક મતદાર પર ૭૦૦ રૂપિયા ખર્ચાયા હતા.

સી.એમ.એસના અધ્યક્ષ એન. ભાસ્કર રાવે આ રિપોર્ટ પર કહ્યું કે ચુંટણી ખર્ચમાં દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે. જો આજ પરિસ્થિતી રહેશે તો ૨૦૨૪ ની ચુંટણીમાં આ આંકડો ૧ લાખ કરોડથી પણ વધી જશે. આ સમસ્યાનું નિવારણ નહીં થઇ  શકે તો દેશમાં  ભ્રષ્ટાચાર નહી રોકી શકાય

(1:06 pm IST)