Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આને કહેવાય શ્રવણઃ દીકરો મમ્મીને સ્કૂટર પર ભારતભ્રમણ કરાવવા નીકળ્યોઃ અત્યાર સુધીમાં ૩૮,૪૭પ કિલોમીટરની યાત્રા થઇ ચૂકી છે

બેંગ્લોર તા. પઃ કર્ણાટકના મૈસૂર પાસેના વેલ્લુર ગામમાં રહેતા ૪૦ વર્ષના ડી. કૃષ્ણા નામના ભાઇ હાલમાં ૬૭ વર્ષની માને લઇને સ્કૂટર પર ભારતભ્રમણ કરવા નીકળ્યા છે. તે નોકરી માટે બેન્ગલોર કામ કરતો હતો. જયારે તેની મમ્મી વેલ્લુર રહેતી હતી. ચારેક વર્ષ પહેલાં કૃષ્ણાની મમ્મી બેન્ગલોર આવી ત્યારે તેણે અમસ્તું જ કહ્યું કે આજે તમે અહીંના મોટા મંદિરે દર્શન કરી આવજો. એ વખતે માતાએ કહ્યું કે તારા પપ્પાએ મને વેલ્લુરનું મંદિર પણ નથી બતાવ્યું ત્યાં આ નવું મંદિર શું જોવું? આ સાંભળીને ભાઇસાહેબે ઠાની લીધું કે હવે તો મમ્મીને આખું ભારત દેખાડવું છે. બે વર્ષ પહેલાં તેણે એક કોર્પોરેટ કંપનીની નોકરી છોડીને પપ્પાનું જૂનું સ્કૂટર કાઢયું અને માની સાથે ભારત ફરવા નીકળી પડયો. અત્યાર સુધીમાં તેણે સ્કૂટર પર ૩૮,૪૭પ કિલોમીટરની યાત્રા કરી લીધી છે. આ અઠવાડિયે તે બિહારના ચંપાનગર પાસે પહોંચ્યો હતો. અને હવે ત્યાં સિલિગુડી જશે. કૃષ્ણાએ લગ્ન નથી કર્યા અને તેની મમ્મી કુંડારત્નાને સ્કુટર પર ફેરવે છે. મમ્મી પણ દીકરા સાથે ભારતનાં વિવિધ ગામોમાં જઇને ખુશ છે.

(11:38 am IST)