Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

કાલે રિઝર્વ બેંકની ક્રેડિટ પોલીસી : વ્યાજદરમાં ૦.૩૫ ટકાનો તોળાતો ઘટાડો

નવી દિલ્હી, તા.પઃ RBI ગુરૂવારે વ્યાજદરમાં ૦.૨પ કે ૦.૫ ટકાના બદલે ૦.૩૫ ટકાનો ઘટાડો કરે તેવી શકયતા છે. ફુગાવો અંકુશ હેઠળ છે ત્યારે RBI ગર્વનર શકિતકાંત દાસ વધુ એક વખત પોલિસી રેટમાં ઘટાડો કરશે એવો અંદાજ છે. દાસે હોદો સંભાળ્યો ત્યારથી પોલિસી રેટમાં કુલ ૦.૫ ટકા ઘટાડો કર્યો છે.

ઘણા એનાલિસ્ટ્રસ માને છે કે, RBI આ વખતે ધિરાણનીતિની સમીક્ષામાં ૦.૨૫ ટકા રેટ કટ કરશે. જેનો હેતુ વૃદ્વિને ફરી વેગ આપવાનો રહેશે. જાન્યુઆરી-માર્ચ કર્વાટરમાં GDP પ.૮ ટકાની પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. એપ્રિલ માં ફુગાવો તીવ્ર વૃદ્વિ સાથે ૨.૯૨ના સ્તરે પહોંચ્યો હતો. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના એનાલિસ્ટ્રસને વ્યાજદરમાં ૦.૩૫ ટકા ઘટાડાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે, મે મહિનામાં ફુગાવો વધીને ૩.૩ ટકા થવાની શકયતા છે. પણ તે RBI એ નિર્ધારિત કરેલી ૨-૬ ટકાની રેન્જમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફરી સત્તા સંભાળી લેતાં રાજકોષીય ખાદ્ય અને કરન્સીના મોરચે પણ જોખમ ઘટયું છે. એટલે વ્યાજદરમાં ૦.૨૫ ટકાથી વધુ ઘટાડા માટે સર્વસંમતિ સાધી શકાશે.

(11:56 am IST)