Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

તબીબી શિક્ષણમાં થશે ફેરફારો

નર્સ-ડેન્ટીસ્ટને MBBS માં લેટરલ પ્રવેશ આપો

નેશનલ એજયુકેશન પોલીસી ૨૦૧૯ના ડ્રાફટમાં સૂચનઃ કોમન એકઝીટ એકઝામનું પણ સૂચન

નવી દિલ્હી, તા.પઃ નેશનલ એજયુકેશન પોલિસી ૨૦૧૯ ના ડ્રાફ્ટમાં તબીબી શિક્ષણમાં વ્યાપક ફેરફારો સૂચવવામાં આવ્યા છે. ડોકટર, ડેન્ટિસ્ટ અને નર્સ માટે એક થી બે વર્ષના કોમન અભ્યાસક્રમ સાથે MBBS અભ્યાસક્રમમાં નર્સીંગ અને ડેન્ટલ ગ્રેજયુએટને લેટરલ પ્રવેશને મંજૂરી આપવાનું ક્રાંતિકારી સૂચન પણ છે.

અન્ય નોંધપાત્ર ફેરફારોમાં મેડિસિન, નર્સિંગ અને ડેન્ટિસ્ટ્રી માટે વિવિધ કાઉન્સિલની ભૂમિકાને ઘટાડવાનો સમાવેશ થાય છે, જે ફકત વ્યાવસાયિક ધોરણો અને આઉટસોર્સિંગ નિરિક્ષણ અને એમ્પેનલ્ડ એજન્સીઓને માન્યતા આપવા માટે કાર્ય કરે છે. ડ્રાફ્ટ પોલિસી તમામ પ્ગ્ગ્લ્ સ્નાતકો જેની ઘણા સમયથી રાહ જોતા હતા તે કોમન એકિઝટ એકઝામ માટેની પણ દરખાસ્ત છે.

વર્તમાન મોડેલમાં મોટા ફેરફરા કરતા, ડ્રાફ્ટ પોલિસીમાં MBBS ના કોર્સમાં પ્રથમ એક કે બે વર્ષ બધા જ સ્નાતકો માટે કોમન કોર્સ ડિઝાઇન કરવો જોઈએ તેવી ભલામણ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ મેડિસિન (MBBS) કે ડેન્ટિસ્ટ્રી(BDS) માં કે નર્સિંગ અથવા અન્ય વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરી શકે છે. કોમન ફાઉન્ડેશન કોર્સમાં સામાન્ય પાયાના અભ્યાસક્રમો તરીકે ખાસ સિસ્ટમ આધારીત ધ્યાન કેન્દ્રિત કરેલા મૂળબૂત અભ્યાસક્રમો અને ઇલેકિટવ્સ દ્વારા મેડિકલ જગતમાં એકબીજી વિષયો સાથે જોડાણને પ્રોત્સાહિત કરવામાં આવશે. ડ્રાફ્ટ પોલિસી જણાવે છે કે, નર્સિંગ, ડેન્ટલ વગેરે જેવા અન્ય તબીબી શાખાઓમાં સ્નાતકોને MBBS કોર્સમાં પાછળથી પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

નારાયણા હેલ્થના અધ્યક્ષ, ડો. દેવી શેટ્ટીએ અમારા સહયોગી TOIને જણાવ્યું હતું કે ડ્રાફ્ટ પોલિસીની ડિટેઇલ વિગતોનો હજુ સુધી પૂર્ણ અભ્યાસ થયો નથી, પરંતુ લેટરલ એન્ટ્રીને MBBSમાં પાછળથી પ્રવેશ માટે મફત પાસ થવા દેવાશે નહીં. તેથી, નર્સિંગ અને ડેન્ટિસ્ટના વિદ્યાર્થીઓ જો આ રીતે MBBSમાં એન્ટ્રી જોઈતી હશે તો NEETની એકઝામ તો આપવી જ પડશે. ત્યાર બાદ MBBSની બાકીના રહેતા વર્ષ જ પુરા કરવા પડશે. જો નર્સીંગ ઉમેદવારે બે વર્ષ પછી લેટરલ એન્ટ્રી લેવો હોય તો તેમણે પહેલા NEET પાસ કરવી પડશે. અને પછી બાકીના ત્રણ વર્ષ (જો MBBS કોર્સનો સમયગાળો પાંચ વર્ષનો હોય તો) કરવા પડશે.

MBBS માટે સૂચિત કોમન એકિઝટ એકઝામ પોસ્ટ-ગ્રેજયુએટ પ્રોગ્રામ્સ માટે એન્ટ્રન્સ પરીક્ષા તરીકે પણ કામ કરવી જોઈએ તેવું ડ્રાફ્ટમાં સૂચવવામાં આવ્યું છે. આ એકિઝટ પરીક્ષા MBBSના ચોથા વર્ષના અંતમાં યોજવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ તેમના રેસિડેન્સી પીરિયડમાં અંતે અલગથી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓની તૈયારીના બોજમાંથી રાહત મેળવી શકશે. આ કારમે તેમના રેસિડેન્સી સમયગાળામાં તેઓ વધુ મૂલ્યવાન કુશળતા અને યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે ડ્રાફ્ટમાં જણાવાયું છે, તેમજ ડેન્ટલ અને અન્ય શાખાઓ માટે પણ કોમન એકિઝટ પરીક્ષા થઈ શકે છે.

(11:34 am IST)