Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વાસ્તવિક કરતાં ઓછી કિંમત દર્શાવી

આયાતકારોએ સરકારને લગાડયો રૂ.૮પ૦૯૮ કરોડનો ચૂનો

વોશિંગ્ટન તા. પ :.. ઇન્વોઇસમાં આયાતકારો અને નિકાસકારોએ ખોટી કિંમતો દર્શાવી હોવાથી વર્ષ ર૦૧૬ દરમ્યાન ભારત સરકારે ૧૩ અબજ ડોલરના મુલ્યની કરની આવક ગુમાવી હોવાનો એક અંદાજ બહાર પડયો છે. આ રકમ ભારતના એ વર્ષની કુલ કર વસૂલાતના પ.પ ટકા જેટલી થાય છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ર૦૧પ-'૧૬ દરમ્યાન ભારતીય ચલણ રૂપિયો અને ડોલરનો સરેરાશ ભાવ ૬પ.૪૬ હતો એટલે ભારતીય ચલણમાં આ ટેકસચોરી ૮પ,૦૯૮ કરોડ રૂપિયાની થાય છે.

આ અહેવાલ અનુસાર દેશમાં આયાત - નિકાસનો ઇન્વોઇસ ખોટો આપવાનો કુલ વ્યાપાર ૭૪ અબજ ડોલર (ભારતીય ચલણમાં ૪,૮૪,૪૦૪ કરોડ રૂપિયા) જેટલો છે. જે વર્ષ ર૦૧૬ ના કુલ ૬૧૭ અબજ ડોલરના વિદેશ-વ્યાપારના ૧ર ટકા જેટલો થવા જાય છે.

અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સંસ્થા ગ્લોબલ ફાઇનેન્સિયલ ઇન્ટિગ્રીટીના અહેવાલ અનુસાર સરકાર સાથે કરની છેતરપીંડી કરવા માટે આયાત અને નિકાસ સમયે વેપારીઓ ખોટી કિંમત દર્શાવી ઓછો ટેકસ ભરે છે અથવા વધારે કિંમત દર્શાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવે છે. અગાઉ આ સંસ્થાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે 'વર્ષ ર૦૦પ થી ર૦૧૪ દરમ્યાન ભારતમાં ગેરકાયદે લગભગ ૭૭૦ અબજ ડોલરનો નાણાપ્રવાહ આવ્યો છે.'

સોમવારે બહાર પડેલા ઇન્વોઇસ અંગેના અહેવાલ અણસાર નિકાસમાં ૪ અબજ ડોલર અને આયાતમાં ૯ અબજ ડોલરનો ટેકસ વેપારીઓએ ભર્યો નથી. વારે વિગતો આપતાં અહેવાલમાં જણાવે છે કે આયાતમાં કુલ ટેકસ ચોરીમાં ૩.૪ અબજ ડોલરની વેટ ટેકસની, ર અબજ ડોલરની કસ્ટમ ડયુટી  અને ૩.૬ અબજ ડોલરનો કોર્પોરેટ ટેકસ સામેલ છે.

ગ્લોબલ ફાઇનેન્સિયલ ઇન્ટિગ્રીટીના અહેવાલ અનુસાર ભારતમાં આયાત થતાં ડ્રાયફ્રુટસ, ખાંડ, વાહનો અને અનાજમાં સૌથી વધુ ગેરરીતિ આચરવામાં આવે છે.  આવી જ રીતે અમેરિકા, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા અને ઘાનાથી આવતી ચીજોમાં ઇન્વોઇસમાં વાસ્તવીક કિંમત કરતાં ભાવ ઓછા દર્શાવવામાં આવે છે.

અહેવાલ વધુમાં નોંધે છે કે ભારતની ચીનથી થતી આયાતમાં સૌથી વધુ ગેરરીતિ થાય છે. ભારત માટે ચીન સૌથી મોટો વિદેશી વ્યાપારમાં ભાગીદાર છે અને ત્યાંથી આવતી આયાતની ૬૬ ટકા આયાતમાં આ રીતે કિંમત કરતાં ઓછા ભાવ દર્શાવવાનું જોખમ રહેલું છે. આવી જ રીતે, ઓસ્ટ્રેલિયાથી  આવતું ફયુઅલ અને દક્ષિણ આફ્રિકાથી આવતાં ઇલેકિટ્રક મશીનરીમાં પણ ખોટી ઇન્વોઇસ બને

ટોચની પાંચ ચીજો જેમાં ગેરરીતિ થાય છે

ચીજનું નામ

મુલ્ય લાખ ડોલર

અનાજ

૭૭૮

તૈયાર પાંખ

૧૮૦

અન્ય ખાદ્ય ચીજો

રર૪

છત્રી, ચાલવાની સ્ટિક

ર૯

માછલી વગેરે

૩૮છે.

(10:18 am IST)