Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઓસ્ટ્રેલિયામાં અંધાધૂંધ ફાયરિંગ :ચાર લોકોના મોત ;અનેક ઘાયલ :ડાર્વિનમાં ગોળીબારી ;એક શંકાસ્પદની અટકાયત

 

ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગથી અરાજકતાનો માહોલ બન્યો છે.અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયાનાં ડાર્વિન શહેરમાં ફાયરિંગના કારણે ચાર લોકોની મોત થઈ છે. ઉપરાંત, બે લોકો ઘાયલ પણ થયા છે

  નોર્ધન ટેરિટરીના પોલીસ ડ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ લી મોર્ગને જણાવ્યું હતું કે મંગળવારે ફાયરિંગની ઘટના થયા પછી 45 વર્ષનાં એક માણસને અટકાયતમાં રાખવામાં આવ્યો છે

   મોર્ગને વધુમાં જણાવ્યું હતું કે, “હાલમાં, અમને ચાર લોકોની મોત અને ફાયરિંગથી ઘણા લોકો ઘાયલ થયેલા છે તે વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે.”માહિતી અનુસાર, વૂલ્નરના ઉપનગરમાં પામ્સ હોટેલ ખાતેના પમ્પ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. ત્યાં હાજર સાક્ષીઓએ કહ્યું છે કે એક ગનમેને શહેરના ઉપનગરી વિસ્તારની મોટેલમાં ગોળીઓ શૂટ કરી હતી તે માણસે ઘણા રૂમમાં ગોળીઓ ચલાવી હતી,અને ત્યાંથી ભાગી ગયો હતો.

(12:00 am IST)