Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રાજસ્થાનમાં ફરી ગેંગરેપ :પાલી જિલ્લામાં પાંચ નરાધમોએ પરણીતાને પીંખી નાખી

પીડિતા તેના મિત્ર સાથે મંદિરે જતી હતી ત્યારે દુષ્કર્મ ગુજાર્યું :આરોપીઓએ વિડિઓ સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો :ચાર ઝડપાયા ;પાંચમા આરોપીની શોધખોળ

રાજસ્થાનમાં ફરી ગેંગ રેપની ઘટના સામે આવી છે.પાંચ શખ્સો દ્રારા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે રાજસ્થાનના પાલી જિલ્લામાં મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં ઘટના બની છે પાલીમાં પાંચ લોકોએ 30 વર્ષીય વિવાહિત મહિલા સાથે દુષ્કર્મ ગુજારવા છે. એટલું જ નહી ઘટનાનો વિડિઓ આરોપી દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. દુષ્કર્મ મામલે પિડીત મહિલા દ્રારા ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પાંચમો આરોપી હજી ફરાર છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 26મી મેના દિવસે જ્યારે પિડીત મહિલા તેના મિત્ર સાથે મંદિરમાં જઇ રહી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાનો પતિ મજૂરી કામ કરે છે અને મહિલા દ્રારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામા આવતા, મહિલાની તબીબી તપાસનાં અંતે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ કરવા બાદ પોલીસે પાંચમાંથી ચાર આરોપીને પકડી પાડ્યા છે. પોલીસનાં જણાવ્યા મુજબ પૂછપરછ બાદ તમામ આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવશે. તો પાંચમો આરોપી હજુ ફરાર છે.પોલીસ દ્રારા પાંચમાં આરોપીની શોધખોળ ચાલી રહી છે.

(12:00 am IST)