Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રશિયા પ્રતિબંધિત બોમ્બ થર્મોબેરિકનો કરે છે ઉપયોગ :લોકોના થાય છે મોત:યુક્રેનનો દાવો

રશિયાની મેરીયુપોલમાં 9 મેના રોજ ભવ્ય વિજય પરેડની તૈયારીઓ

યુદ્ધની વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયા આ યુદ્ધમાં પ્રતિબંધિત બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે લોકો તડફડીયા મારીને મરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મારીયુપોલમાં અઝોવસ્ટલ  એકમાત્ર એવી જગ્યા છે જ્યાં યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નથી. રશિયન સૈનિકોએ યુક્રેનના દરેક રહેણાંક વિસ્તારનો નાશ કર્યો, પરંતુ રશિયન સૈન્ય એઝોવનું યુદ્ધ જીતી શક્યું નહીં. પરંતુ હવે અહીં પણ રશિયા વિજયનો ઝંડો ફરકાવવાની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. મેરીયુપોલના મેયરે કહ્યું કે, યુક્રેનિયન સૈનિકો સાથે કોઈ સંપર્ક નથી.

મેયરનું કહેવું છે કે, અજોવાસ્ટલ પ્લાન્ટ પર થર્મોબેરિક રોકેટ દ્વારા હુમલાનો વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્લાન્ટમાંથી લોકોને બહાર કાઢવા માટે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક દિવસ પહેલા જ રશિયા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને પ્લાન્ટ પર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ ધડાકા પછી, એઝોવ પ્લાન્ટ કાળા ધુમાડામાં લપેટાઈ ગયો અને પછી એઝોવસ્ટાલમાં મોરચો સંભાળી રહેલા સૈનિકોના રેડિયો સંદેશા પણ આવવાનું બંધ થઈ ગયું.

અજોવસ્ટલ પ્લાન્ટમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લાન્ટમાંથી માત્ર 100 લોકોને જ બચાવી શકાયા છે. રશિયાએ યુક્રેનની સેના પર બચાવ દરમિયાન ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. મેરીયુપોલના મેયરને સૈનિકોની સાથે નાગરિકોના જાનહાનિનો ભય છે.

મેરીયુપોલમાં 9 મેના રોજ ભવ્ય વિજય પરેડની તૈયારીઓ ચાલી રહી છે. અહીંના રસ્તાઓ પરથી કાટમાળ અને મૃતદેહો હટાવવામાં આવી રહ્યા છે. રશિયાએ મારીયુપોલ માટે અલગ સ્ટેમ્પનો ઓર્ડર આપ્યો છે. રશિયાએ મેરીયુપોલ પ્રશાસન સંભાળી લીધું છે.

(12:32 am IST)