Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ચોમાસામાં પીવાનું પાણી દૂષિત થતું અને હીટવેવ-આગથી થતા મોત અટકાવો :વિદેશથી આવી પીએમ મોદી એક્શનમાં

પીએમ મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારીને લઈને એક મોટી સમિક્ષા બેઠક કરી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ મોદીની સમિક્ષા બેઠકની વિગતો જાહેર કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે પીએમ મોદીએ મીટિંગમાં અધિકારીઓને આદેશ આપ્યો છે કે આવી રહેલા ચોમાસાને ધ્યાનમાં રાખીને પેયજળની ગુણવત્તાનું મોનિટરિંગ કરવું પડશે જેથી કરીને પાણી દુષિત થતું અટકે અને પાણીજન્ય રોગોનો ફેલાવો ન થાય. 

પીએમ મોદીએ બેઠકમાં ભારપૂર્વક કહ્યું કે વધી રહેલા તાપમાનને પગલે, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટના નિયમિત ઓડિટની જરુર છે. તેમણે કહ્યું કે જંગલોમાં લાગતી આગને અટકાવવા માટે પણ તાકીદના પગલાં ભરવા પડશે. 

પીએમ મોદીએ અધિકારીઓને એવું પણ કહ્યું કે હીટવેવ અને આગની ઘટનાઓને કારણે થતા મોત અટકાવવા માટેના તમામ પગલાં ભરવા પડશે અને આવી ઘટનાઓમાં તત્કાળ કાર્યવાહી થવી જોઈએ

આ બેઠકમાં PM ના અગ્ર સચિવ, PM ના સલાહકારો, કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલયના સચિવો, આરોગ્ય, જલ શક્તિ, સભ્ય NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના DGs અને ભારતીય હવામાન વિભાગ (IMD) અને આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

 

(11:38 pm IST)