Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજસ્થાનના હાસ્ય કલાકાર હવે રાજનીતિમાં :શ્યામ રંગીલા આમ આદમી પાર્ટીમાં જોડાયા

હાસ્ય કલાકાર શ્યામ રંગીલા મોટા રાજનેતાઓની નકલ કરવામાં છે માહેર

રાજસ્થાનના રહેવાસી અને મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા આપમાં જોડાયા છે. રાજસ્થાનના ચૂંટણી પ્રભારી વિનય મિશ્રાએ રંગીલા અને કોમેડિયન ખ્યાલીને પાર્ટીમાં સામેલ કરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

આ દરમિયાન ભાવુક થયેલા શ્યામ રંગીલાએ કહ્યું કે, તેમણે વર્ષ 2014માં મોદીજી માટે વોટ પણ માંગ્યા હતા, ત્યારબાદ તેમણે પરિવર્તન માટે વોટ માંગ્યા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે અને ફરીથી પરિવર્તન માટે વોટ માંગશે.

શ્યામ રંગીલાના કહેવા પ્રમાણે તેમનો પ્રોફેશન લોકોને હસાવવાનો અને ખુશ કરવાનો છે. આ કામમાં તેઓ સતત વ્યસ્ત રહે છે, પરંતુ કેટલાક લોકોએ તેને રાજકારણ સાથે જોડી દીધું છે અને તેનો ભોગ શ્યામ રંગીલાને ભોગવવું પડ્યું હતું. રંગીલાના જણાવ્યા અનુસાર વર્ષ 2017માં તેની લાફ્ટર ચેલેન્જના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

પાર્ટીમાં સામેલ થયા બાદ શ્યામ રંગીલા  થોડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, તેમની સાથે રાજકારણના કારણે આવું થયું છે, તેથી હવે તેઓ રાજનીતિમાં આવી ગયા છે. તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ જોયું, જેનાથી તેઓ પ્રભાવિત થયા. એટલા માટે તેમણે આમ આદમી પાર્ટીને રાજકીય અખાડા માટે પસંદ કરી હતી.

(11:30 pm IST)