Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વિશ્વમાં કુલ 1.49 કરોડ લોકો કોરોના મહામારીના કારણે મૃત્યુ પામ્યા વિશ્વ આરોગ્ય સંસ્થાનો દાવો

WHOએ જાહેર કરેલા આંકડા અગાઉના પોતાના જ અંદાજો કરતા ત્રણ ગણા વધુ

નવી દિલ્હી : જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2021 વચ્ચે વિશ્વના કુલ 1.49 કરોડ લોકો કોરોનાની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આંકડો આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જાહેર કર્યો છે એટલે કે કુલ 730 દિવસમાં દૈનિક 20,411 વ્યક્તિઓ આ જીવલેણ બીમારીનો ભોગ બની હોવાનું ભયાવહ સત્ય બહાર આવ્યું છે. WHOએ આજે જાહેર કરેલા આંકડા અગાઉના પોતાના જ અંદાજો કરતા ત્રણ ગણા વધુ છે

WHOના અગાઉના અંદાજમાં કુલ 54 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા હવે તેમાં 95 લાખ વધુ મૃતકોનો ઉમેરો થયો છે. “આ વધારાનો ઉમેરો એટલે મહામારી દરમિયાન મરેલા સત્તાવાર લોકો અને બાકીના લોકો કે જે મહામારી પછી મૃત્યુ પામશે એ બન્ને વચ્ચેનો તફાવત છે,” એમ WHOના ડેટા એનાલિસીસના વડા સમીરા અસ્માએ જણાવ્યું હતું.

આ મૃત્યુઆંકમાં WHOએ કોરોનાની મહામારીના કારણે સીધા જ મૃત્યુ પામેલા લોકો તેમજ અગાઉ મૃત્યુ પામ્યા હોય પણ તેની નોંધ લેવાઈ ણ હોય, કેટલીક એવી વ્યક્તિઓએ કે જે કોવીડની અસરથી પણ આરોગ્ય સેવાઓના અન્ય સમસ્યાના કારણે મૃત્યુ પામી હોય એ પણ ઉમેરેલી છે,” એમ અસ્માએ ઉમેર્યું હતું.

આ અહેવાલ અનુસાર ટોચના 10 દેશોમાં જ મૃતક 1.56 કરોડમાંથી 70 ટકાનો સમવેશ થાય છે. આ અંદાજ અનુસાર ભારતે અત્યાર સુધી 4,81,000 વ્યક્તિઓ આ સમયમાં મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે પણ WHOની પદ્ધતિ અનુસાર ભારતમાં 33 લાખથી 65 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામી હોય એવી શક્યતા છે એમ WHOએ આજે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું

(9:27 pm IST)