Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કોરોના ખતમ થયા બાદ લાગુ પાડીશું નાગરિકતા કાયદો : બંગાળમાં અમિતભાઇ શાહનું મોટું નિવેદન

સિલિગુડી જિલ્લામાં ગૃહમંત્રીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે કે નાગરિકતા કાયદાનો ક્યારેય અમલ નહીં કરાય પરંતુ અમે સીએએ લાગુ કરશું

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંશોધિત નાગરિકતા સંશોધન કાયદાના અમલ પર ગુરૂવારે મોટુ નિવેદન આપ્યુ છે.શાહ પશ્ચિમ બંગાળની બે દિવસની યાત્રા પર પહોંચ્યા છે.

સિલિગુડી જિલ્લામાં શાહે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે કે નાગરિકતા કાયદાનો ક્યારેય અમલ નહીં કરાય પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે જ્યારે કોવિડ રોગચાળો સમાપ્ત થશે ત્યારે અમે સીએએ લાગુ કરીશું.  

અમિતભાઈ  શાહે કહ્યું મમતા દીદી ઘૂસણખોરી ઇચ્છે છે, પરંતુ સીએએ એક વાસ્તવિકતા છે, જેનો અમલ કરવામાં આવશે.તેમણે કહ્યું કે મમતા દીદી ફરી વાર સીએમ બન્યા છે પરંતુ હજુ સુધી હિંસા અટકી નથી.અમિત શાહે એવું પણ કહ્યું કે દેશમાં જ્યાં પણ હિંસાની ઘટના બને ત્યાં સીએમ મમતા બેનરજી  ડેલિગેશન મોકલે છે પરંતુ તેમણે બિરભૂમમાં શા માટે ડેલિગેશન ન મોકલ્યું જ્યાં 8 મહિલા અને એક બાળકને જીવતા બાળી નાખવામાં આવ્યાં હતા. શું તેઓ બધા તેમના લોકો નહોતા. 

   
(8:47 pm IST)