Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જાહેર સ્થળો પર સેલ્ફી લેવા માટે બુરખો હટાવશો તો પરિણામ ભોગવવા પડશે : મેંગલુરુની મુસ્લિમ ડિફેન્સ ફોર્સ નામક સંસ્થાની મુસ્લિમ મહિલાઓને ધમકી : પોલીસ તપાસ ચાલુ

મેંગલુરુ : મેંગલુરુમાં મુસ્લિમ ડિફેન્સ ફોર્સ 24/7 નામની સંસ્થાએ કહ્યું છે કે જે મુસ્લિમ મહિલાઓ જાહેર સ્થળોએ બુરખો ઉતારીને સેલ્ફી લે છે તેમને પરિણામ ભોગવવા પડશે.

મુસ્લિમ ડિફેન્સ ફોર્સ 24/7 નામની સંસ્થાએ મુસ્લિમ મહિલાઓને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધમકી આપતા લખ્યું છે કે જે મુસ્લિમ મહિલાઓ બુરખો નહીં પહેરે અને જાહેર સ્થળોએ સેલ્ફી લેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મેંગલુરુ પોલીસ કમિશનર શશિ કુમારના જણાવ્યા અનુસાર, આ જૂથ પોતાને મુસ્લિમ અધિકારોના રક્ષક તરીકે વર્ણવે છે.

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, તેમની ટીમ સતત આ જૂથ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે, આ લોકો કોણ છે? પોલીસના જણાવ્યા અનુસાર, તેમની પાસે ગ્રુપના કેટલાક સભ્યો વિશે માહિતી છે, પરંતુ આ મેસેજ ખરેખર ક્યાંથી આવ્યો અને તેનો માસ્ટરમાઈન્ડ કોણ છે, પોલીસ તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)