Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

LICના IPO માટે ઈએસબીએ બેંકો રવિવારે ચાલુ રાખવા નિર્ણય

ભારતીય રિઝર્વ બેંકનો મહત્વપૂર્ણ નિર્ણય : સરકારના આગ્રહ બાદ આરબીઆઈનો નિર્ણય, એલઆઈસીના આઈપીઓ ૯ મે ના રોજ બંધ થશે અને તેના માટે બોલી ૭ મેના રોજ પણ લગાવી શકાશે

મુંબઈ, તા.૫ : ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ બુધવારે જણાવ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓ માટે 'ઈએસબીએ'( એપ્લિકેશન સપોર્ટેટ થ્રૂ બ્લોક્ડ એમાઉન્ટ ઈન એકાઉન્ટ- ખાતામાં બ્લોક કરેલી રકમ દ્વારા સમર્થિત આવેદન) સુવિધા વાળી બેન્ક શાખાઓ રવિવારે પણ ચાલુ રહેશે.

 જાહેર ક્ષેત્રની કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)નો આઈપીઓ બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલી ગયો છે.

આરબીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, સરકારે એલઆઈસીના આઈપીઓના આવેદનોને ફાઈનલ કરવા માટે 'ઈએસબીએ'ની બધી શાખાઓને રવિવારે એટલે કે ૮ મેના રોજ ખુલ્લી રાખવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય બેક્ને કહ્યું કે આ આગ્રહની સમીક્ષા બાદ 'ઈએસબીએ'ની સુવિધા વાળી બેંક શાખાઓને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે 'ઈએસબીએ' દ્વારા રોકાણકારો આઈપીઓ માટે આવેદન કરે છે. એલઆઈસીના આઈપીઓ ૯ મે ના રોજ બંધ થશે અને તેના માટે બોલી ૭ મેના રોજ પણ લગાવી શકાશે. સરકારનો લક્ષ્ય તેનાથી ૩.૫ ટકા શેર વેચીને રૂ. ૨૧,૦૦૦ કરોડ એકત્ર કરવાનો છે. એલઆઈસીના આઈપીઓ ૯ મેના રોજ બંધ રહેશે.

કંપનીના ઈશ્યૂ પ્રથમ દિવસે ૬૪% સબસ્ક્રાઈબ થયા છે. ખાસ કરીને પોલીસીહોલ્ડર્સ (પોલીસી હોલ્ડર) કેટેગરીના શાનદાર આંકડા સામે આવ્યા છે. પ્રથમ દિવસે બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં એલઆઈસી પોલીસીહોલ્ડર્સ કેટેગરી ૧૦૦%થી વધુ સબસ્ક્રાઈબ થઈ ગઈ છે. આજે સબસ્ક્રિપ્શન ડેટા વિશે વાત કરીએ તો, પોલીસીહોલ્ડર્સ માટે રિઝર્વ ક્વોટા ૧.૯ ગણો સબસ્ક્રાઇબ થયો છે.એલઆઈસી કર્મચારીઓનો ક્વોટા પણ પ્રથમ દિવસે જ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા આજે માત્ર ૫૭ ટકા સબસ્ક્રાઈબ થયો હતો. આ રીતે દેશના સૌથી મોટા IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

(8:02 pm IST)