Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાજકોટ નજીક શાપરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ :કાલાવડ, ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં માવઠું

રાજકોટ -ગોંડલ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો:શાપર-વેરાવળ, રીબડા ,પારડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો.

રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી બાજું કમોસમી વરસાદ પણ પડ્યો છે.કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. વાદળછાયું વાતાવરણ બન્યાં બાદ કાલાવડ તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા વચ્ચે કરા પણ પડ્યાં હતા. કાલાવડ તાલુકાના ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા, મેટિયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાં.

 રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પણ માવઠું પડ્યું. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે શાપર-વેરાવળ, રીબડા ,પારડી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. 

રાજકોટ અને જામનગર જિલ્લાના કાલાવડ, ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકમાં નુકસાની થવાનો ભય વ્યાપ્યો છે. ઉનાળું પાક મગ, તલી , ડુંગળી  સહિતના પાકો માં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. 

 

(7:40 pm IST)