Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સલમાન ખાનની આગળ-પાછળ ફરતી શહનાઝ ગીલને જોઇને બોડીગાર્ડ શેરાના મગજનો પારો છટકી ગયો

બહેન અર્પિતા ખાન શર્માએ રાખેલ ઇદની પાર્ટીમાં ઘટના

મુંબઇઃ અભિનેતા સલમાન ખાનની આગળ-પાછળ ફરતી શહનાઝ ગીલને જોઇને તેના બોડીગાર્ડનો પારો છટકી ગયો હતો.

વર્તમાન સમયમાં સલમાન ખાનને બોલીવુડનો સૌથી મોટો સ્ટાર ગણવામાં આવે છે. કોઈપણ મુવીનું રિલીઝ હોય કે કોઈપણ મોટું ફંકશન હોય તેમાં સલમાન ખાનની હાજરી અચૂક હોય છે. હીરોઈનો પણ ફિલ્મોમાં કામ મેળવવા માટે સલમાનની આગળ પાછળ આટાંફેરા કરતી જોવા મળે છે. જોકે, આ રીતે જ જાહેરમાં સલમાનને ચિપકીને તેની આગળ પાછળ આટાંફેરા કરવાનું એક હીરોઈનને ભારે પડ્યું. સમગ્ર વીડિયો જોશો તો તમને આખો મામલો સમજાઈ જશે.

સુપરસ્ટાર સલમાન ખાનનો પડછાયો બનીને રહેતો બોડીગાર્ડ શેરાને અચાનક ગુસ્સો આવી ગયો.વાત એમ છે કે સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ ઈદના તહેવાર પર પાર્ટી આયોજિત કરી હતી..આ પાર્ટીમાં બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા..જેમાં શહનાઝ ગિલે પણ હાજરી આપી હતી. પાર્ટીમાં શહનાઝ ગીલ સલમાનની આસપાસ ફરતી હતી. જેને જોઈને શેરાને મગજનો પારો છટકી ગયો.

શેરાનો વીડિયો વાયરલ:

સલમાન ખાન અને શહનાઝ ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા શેરાના રિએકશનની ખૂબ ચર્ચા થઈ રહી છે. મહત્વની વાત એ છે કે સલમાન ખાનની સુરક્ષા શેરાના હાથમાં છે. પબ્લિક પ્લેસમાં શેરા સલમાન ખાનની જોડે જ રહે છે. અને હંમેશા પ્રોટેક્ટ કરે છે.અને સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે.

જોવા જેવો છે આખો વીડિયો:

સલમાન ખાનની બહેન અર્પિતાએ આયોજિત કરેલી બ્લેક સૂટ પહેરીને આવી હતી. જો કે શહનાઝના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા.જેમાં એક વીડિયો શહનાઝ ખાન સલમાન સાથે મસ્તી કરતી હોય તે પણ વાયરલ થયો છે. આ દરમિયાન શહનાઝ અને સલમાન એકબીજાને ગળે લગાવતા અને ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા. શહનાઝ અને સલમાન વચ્ચેની આ બોન્ડિંગ દરેકને પસંદ આવી.

શહનાઝે કરી આ ડિમાન્ડ:

શહનાઝ અને સલમાનનો એક વીડિયો સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે..જેમાં શહનાઝ ઈસલમાન ખાનનો હાથ ખેંચતી જોવા મળે છે.તો સલમાન પંજાબની કેટરીનાને છે ક કાર સુધી મૂકવા પણ જાય છે. કારમાં બેસાડીને સલમાન ખાન પાછો આવો છે અને બાદમાં અર્પિતાના ઘરે પાછો જાય છે..

 

(5:22 pm IST)