Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હરિયાણાના કરનાલમાંથી ૪ આતંકવાદીઓની ધરપકડઃ મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્‍યો

કરનાલ,તા.૫: હરિયાણા પોલીસને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પોલીસે કરનાલમાં ચાર શંકાસ્‍પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્‍યા છે.

હરિયાણા પોલીસને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પોલીસે કરનાલમાં ચાર શંકાસ્‍પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્‍યા છે. આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે. આતંકવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારોમાં ગોળીઓ અને ગનપાઉડરના કન્‍ટેનરનો સમાવેશ થાય છે.ᅠ

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ચારેયની ગુરુવારે સવારે ૪ વાગ્‍યે બસ્‍તરા ટોલ પ્‍લાઝા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. દરેક જણ મોટી એસયુવીમાં ક્‍યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ તમામ પંજાબથી દિલ્‍હી જઈ રહ્યા હતા. આઈબીના રિપોર્ટના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે.

(3:55 pm IST)