Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

યુપીમાં પ્રદેશ અધ્‍યક્ષ અંગે ભાજપનું મંથનઃ ર૦ર૪ને ધ્‍યાનમાં રાખી થશે નિયુકતી

ચૂંટણીમાં સારૂં કામ કરનાર કાર્યકરોને બોર્ડ-નિગમમાં સમાવેશ કરાશેઃ વરિષ્‍ઠોને સંગઠનમાં જવાબદારીની શકયતા

લખનૌ તા. પઃ યુપી વિધાનસભા અને વિધાન પરિષદ ચૂંટણીમાં વિજય મેળવી ચૂકેલ ભાજપ સામે હવે ર૦ર૪ લોકસભા ચુંટણી પડકાર છે નવી રીતે જ્ઞાતિગત સમીકરણો બનાવવા મંથન ચાલી રહ્યું છે. પ્રદેશ અધ્‍યક્ષ કઇ જ્ઞાતિના બનાવવા અને તેને અનુરૂપ ટીમ તૈયાર કરવા મંથન ચાલી રહ્યું છે.
ભાજપે સ્‍વતંત્રદેવ સિંહની અધ્‍યક્ષતામાં યુપી ચૂંટણી લડી અને જીતી, જેના ફળ સ્‍વરૂપે તેમને યોગી સરકારમાં મંત્રી બનાવાતા પ્રદેશ અધ્‍યક્ષ પદથી રાજીનામું આપેલ. ગત બે લોકસભામાં અધ્‍યક્ષપદે બ્રાહ્મણ નેતા હતા. એટલે આ મુદ્દે બે વિચારો પાર્ટીમાં આવ્‍યા છે. જો કે પ્રયોગ અને અપ્રત્‍યાશીત નિર્ણય પાર્ટી કરતી રહે છે. જેથી હાલ સંગઠનના લોકો પણ નકકી નથી કરી શકતા કે શું નિર્ણય લેવાશે.
હાલ યુપીના પ્રદેશ પ્રમુખ માટે બધી જ્ઞાતિઓ-વર્ગોમાંથી સંભવીત નામોની ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી છે. સૂત્રો મુજબ હાઇકમાંડ પણ આ અંગે મંથન કરી રહ્યું છે. બીજી તરફ યોગી સરકારના મંત્રીઓ-અધિકારીઓને યોગી લક્ષ્ય આપી ચૂકયા છે, જે મોટા ભાગના સંકલ્‍પ ર૦ર૪ સુધીમાં પૂરા કરવા જણાવાયું છે. આશા છે કે ટુંક સમયમાં પ્રદેશ અધ્‍યક્ષની પણ જાહેરાત કરવામાં આવશે.
સંગઠનના એકે શર્મા, દયાશંકરસિંહ, પ્રદેશ મહામંત્રી રાઠોર પણ મંત્રી બન્‍યા છે, તેવામાં ચૂંટણીમાં સારા કામ કરનાર કાર્યકરોને આયોગ અને બોર્ડમાં સમાવેશ કરવાની સાથે વરિષ્‍ઠોને સંગઠનની જવાબદારી અપાશે. નવા પ્રદેશ અધ્‍યક્ષ સાથે સંગઠન ટીમ નવી હશે. જે મિશન-ર૦ર૪ માટે ખાસ કામ કરશે

 

(3:49 pm IST)