Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નરેન્‍દ્રભાઇએ યુરોપીયન દેશોની મુલાકાત દરમિયાન ટ્રી ઓફ લાઇફ-ડોકરા બોટ-પヘમિના શોલ-કોફતગીરી કલા સોનું શિલ્‍ડ જેવી શ્રેષ્‍ઠ ભેટો

નવી દિલ્‍હી,તા.૫: વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ તેમની યુરોપની મુલાકાતે ફિનલેન્‍ડના પીએમ સના મરીનને પિત્તળની ધાતુની બનેલી વૃક્ષની પ્રતિમા ભેટમાં આપી હતી. વાસ્‍તવમાં આ વૃક્ષની આ પ્રતિમા રાજસ્‍થાનની બનેલી છે જેને ‘ટ્રી ઓફ લાઈફ' કહેવામાં આવે છે. ‘જીવનનું વૃક્ષ' જીવનની વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. આ વૃક્ષની શાખાઓ ઉપરની તરફ વધે છે અને વિકાસ પામે છે અને જીવનના વિવિધ સ્‍વરૂપો ધરાવે છે.નરેન્‍દ્રભાઈ મોદીએ યુરોપની મુલાકાત દરમિયાન ફિનલેન્‍ડના પીએમ સના મરીનને પિત્તળની ધાતુથી બનેલી વૃક્ષની પ્રતિમા અર્પણ કરી હતી . આ ગિફ્‌ટને લઈને દ્યણી ચર્ચા થઈ રહી છે. વાસ્‍તવમાં આ વૃક્ષની આ પ્રતિમા રાજસ્‍થાનની બનેલી છે જેને ‘ટ્રી ઓફ લાઈફ' કહેવામાં આવે છે. તે હાથથી બનાવેલ છે અને તે ભારતની ઉત્‍કૃષ્ટ કારીગરીનું પ્રતીક છે.‘જીવનનું વૃક્ષ' જીવનની વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. આ વૃક્ષની શાખાઓ ઉપરની તરફ વધે છે અને વિકાસ પામે છે અને જીવનના વિવિધ સ્‍વરૂપો ધરાવે છે. વૃક્ષના મૂળ પૃથ્‍વી સાથેના જોડાણને દર્શાવે છે. પાંદડા અને પક્ષીઓ જીવનનું પ્રતિનિધિત્‍વ કરે છે.તેમના યુરોપ પ્રવાસ પર, પીએમ મોદીએ ડેનમાર્ક અને ફિનલેન્‍ડના પીએમ સહિત ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. ફિનલેન્‍ડના વડા પ્રધાન સન્ના મરીન સાથેની બેઠકમાં પીએમ મોદીએ વેપાર અને રોકાણ સહિત અનેક ક્ષેત્રોમાં બંને દેશો સાથે પરસ્‍પર સહયોગ અને ભાગીદારીને મજબૂત કરવા ચર્ચા કરી હતી.પીએમ મોદીએ તેમના યુરોપ પ્રવાસ દરમિયાન તેમના સમકક્ષ નેતાઓને અનોખી ભેટ આપી હતી. જેમાં ડેનમાર્કના ક્રાઉન પ્રિન્‍સ ફ્રેડરિકને છત્તીસગઢની ડોકરા બોટ રજૂ કરવામાં આવી હતી. તેને ધોકરા પણ કહે છે. જેને બિન-ફેરસ ધાતુના કાસ્‍ટિંગમાંથી બનાવવામાં આવે છે.તે જ સમયે, જમ્‍મુ-કાશ્‍મીરની પશ્‍મિના શોલ સ્‍વીડનના વડા પ્રધાનને ભેટમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત શણગારાત્‍મક તલવારો, ખંજર જેવી યુદ્ધની વસ્‍તુઓની સજાવટ માટે રાજસ્‍થાનની વિશ્વ પ્રસિદ્ધ કોફતગીરી કલા સાથેનું શિલ્‍ડ નોર્વેના વડાપ્રધાનને અર્પણ કરવામાં આવ્‍યું હતું.

(3:28 pm IST)