Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ત્રીજા બાળકના જન્‍મ પર ચીની કંપની આપી રહી છે ૧ વર્ષની રજા અને ૧૧ લાખ રૂપિયા!

બીજીંગ, તા.૫: વસ્‍તી દ્વષ્ટિએ ચીન પ્રથમ ક્રમે છે. ચીનમાં સૌથી વધુ વસ્‍તીવધારો હોવાછતાં ચીને ૨૦૧૬ માં પોતાની એક બાળકની પોલિસીને સમાપ્ત કરી દીધી હતી. આ પોલીસીને ૧૯૮૦ દેશના વસ્‍તીવધારાને કાબૂમાં કરવા માટે શરૂ કરવામાં આવ્‍યો હતો. આ દરમિયાન પડોશી દેશે મે ત્રણ બાળકોની પોલિસી રજૂ કરી. ચીની સરકાર હવે પોતાના નાગરિકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્‍સાહિત કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્‍યા હતા કે એક ચીની કંપની હવે ત્રીજા બાળકને જન્‍મ આપનાર કર્મચારીને ઇંસેટિવ આપી રહી છે.

આ રિપોર્ટ્‍સમાં એ પણ જણાવવામાં આવ્‍યું છે કે જે કર્મચારી પોતાના બીજા બાળકને જન્‍મ આપશે, તેને ૬૦,૦૦૦ યુઆનનું બોનસ મળશે, જે લગભગ ૭ લાખ રૂપિયાની આસપાસ છે અને જો કોઇએ પોતાના પહેલા બાળકને જન્‍મ આપ્‍યો તો તેને ૩૦,૦૦૦ યુઆનનું બોનસ, જે ૩.૫૦ લાખથી વધુ છે.

રિપોર્ટ્‍સ અનુસાર બીજિંગ ડાબિનોન્‍ગ ટેક્‍નોલોજી ગ્રુપ ત્રીજા બાળકને જન્‍મ માટે ૧૦,૦૦૦ યુઆન કેશ બોનસ આપી રહી છે, જે લગભગ ૧૧.૫૦ લાખ રૂપિયા છે. કથિત રીતે કેશ બોનસ ઉપરાંત કંપની મહિલા કર્મચારીને એક વર્ષની રજા અને પુરૂષ કર્મચારીને નવ મહિનાની રજા આપી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક બાળકની નીતિના પરિણામસ્‍વરૂપ લિંગ રેશિયામાં ફેરફાર આવ્‍યો છે. ચીને જનસંખ્‍યા અસમાનતાનો સામનો કરવો પડ્‍યો અને વૃદ્ધ જનસંખ્‍યાનો રેશિયો પણ વધ્‍યો છે. વન ચાઇલ્‍ડ પોલિસીએ છોકરાઓ માટે પ્રાથમિકતાના કારણે ગર્ભપાત પણ કરાવ્‍યો હતો. તેના લીધે દેશે એક બાળકની નિતીને ખતમ કરી દીધી છે.

(3:22 pm IST)