Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પતિયાળાની નેશનલ લો યુનિવર્સિટીમાં ૬૦ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

સમગ્ર કેમ્‍પસને કન્‍ટેનમેન્‍ટ ઝોન જાહેર કરી દેવાયું

પતિયાળા તા. ૫ : પંજાબની પટિયાળાની નેશનલ લો યુનિવર્સિટીમાં એકસાથે ૬૦ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્‍યા છે. જેથી સમગ્ર કેમ્‍પસને કન્‍ટેનમેન્‍ટ ઝોન જાહેર કરી દેવાયું છે. આ સાથે હોસ્‍ટેલને પણ ખાલી કરાવવાની શરૂઆત કરી દેવાઇ.

યુનિવર્સિટીમાં ખૂબ જ મોટી સંખ્‍યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓને ૧૦ મે સુધીમાં હોસ્‍ટેલ ખાલી કરવાનો આદેશ આપી દીધો છે, જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્‍યા છે તેઓની અંદર હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, આથી તેઓને પણ એક અલગ જ બ્‍લોકમાં આઈસોલેટ કરી દેવાયા છે.

મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીમાં છેલ્લાં ચાર દિવસમાં આ કોરોનાના કેસો સામે આવ્‍યા છે. હાલમાં આરોગ્‍ય અધિકારીઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને સમગ્ર પરિસ્‍થિતિની માહિતી મેળવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં સંક્રમણના કેસ વધી શકે છે.

(3:20 pm IST)