Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પ્રતિબંધોના ડરથી ચીની રિફાઇનરી છાનામાન ખરીદે છે રશીયન ઓઇલ

યુરોપીયન યુનિયન રશિયા પર લગાવશે વધુ કડક પ્રતિબંધ

 

 

બૈજીંગઃ યુક્રેન પર રશીયાના આક્રમણના વિરોધમાં એક બાજુ પશ્‍ચિમી દેશો રશીયા પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે ત્‍યારે ચીનની કેટલીક ખાનગી રિફાઇનરીઓ છાનામાના છૂટથી રશીયન ઓઇલ ખરીદી રહી છે. મીડીયા રીપોર્ટમાં એક ચીની રિફાઇનરીના અધિકારીનો હવાલો આપીને કહેવાયુ છે કે રશીયા સાથે ઓઇલની ખરીદી માટે થયેલ એગ્રીમેન્‍ટની સૂચના અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ઓફીશ્‍યલ રીતે નથી અપાઇ.

ચીનની સરકારી માલિકીની ટ્રેડીંગ કંપનીઓ દ્વારા રશીયાથી ક્રુડના સપ્‍લાય અંગે રિફાઇનરીઓ માટે અમુક કવોટાની ખરીદી કરવામાં આવી છે. મોટા ભાગની કંપનીઓએ નવા સપ્‍લાય માટેના એગ્રીમેન્‍ટો પર સહી કરવાની ના પાડી દીધી છે. તો બીજી તરફ પશ્‍ચર્િીમી દેશોએ કહ્યું કે યુધ્‍ધ પછીથી તેઓ સતત રશીયા પરની પોતાની નિર્ભરતા ઓછી કરી રહ્યા છે.

(3:17 pm IST)