Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

લકવાના દર્દીઓ માટે વિકસીત કર્યુ ઉપકરણઃ કોઇ અંગની નાની હરકત પકડી શકે છે

ભારતીય વિજ્ઞાન સંસ્‍થાને

બેંગલુરૂ તા.પઃ ભારતીય વિજ્ઞાન સંસ્‍થાનના વૈજ્ઞાનિકોએ મોજાની જેમ પહેરી શકાય તેવા નરમ અને લચકવાળુ ઉપકરણ વિકસીત કર્યુ છે. જે લકવાગ્રસ્‍ત દર્દીઓમાં આવેલ વિકલાંગતાના ઇલાજમાં મદદગાર સાબીત થશે.

આઇઆઇએસસીના ભૌતિક વિભાગના પ્રોફેસર અવીક બીડે જણાવેલ કે, મોટા ભાગે ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને લકવાગ્રસ્‍ત બન્‍યા બાદ ફીઝીયાથેરાપીસ્‍ટ લઇને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. આવા રોગીઓને ધ્‍યાનમાં રાખીને ઉપકરણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

આ ઉપકરણ પહેરીને વ્‍યકતી દેશના કોઇપણ ખૂણેથી શહેરના ગમે તે મોટા ડોકટર પાસે ઇલાજ મેળવી શકે છે. ઉપકરણ ેપહેર્યા બાદ રોગીની સ્‍નાયુમાં પડતી તાકાત, આંગળીના કોઇપણ જોંઇટ કે લકવાગ્રસ્‍ત અંગની હળવી હરકતને પણ તેનાથી પકડી શકાય છે.

(3:13 pm IST)