Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સતત એક્શન મોડમાં : લખનઉમાં હનુમાન મંદિરના પ્રાંગણમાં બુલડોઝર ફરી વળ્યું : ગેરકાયદેસર રીતે બનેલ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું

લખનૌ : યોગી આદિત્યનાથ સરકાર 2.0 સતત એક્શન મોડમાં છે. દરમિયાન ગુરુવારે લખનૌમાં ફરી એકવાર બાબાનું બુલડોઝર ગર્જ્યું. આ વખતે હનુમાન મંદિરના નિર્માણાધીન સંકુલ પર બુલડોઝર દોડ્યું છે.

ગેરકાયદે બંધાઈ રહેલા સંકુલને તોડવા માટે મોટી સંખ્યામાં મજૂરો સાથે ચાર બુલડોઝર કામે લગાડવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમ સવારે 10 વાગ્યાથી તેને તોડવા મક્કમ રહી હતી. લોકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસ ફોર્સે લોકોને ભગાડી દીધા હતા.

મંદિર પરિસરમાં કેટલાય મહિનાઓથી ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. એલડીએ દ્વારા તેને સીલ કરવામાં આવ્યું હતું. સીલ હોવા છતાં, બાંધકામ ચાલુ રાખ્યું. 28મી એપ્રિલે LDAએ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એલડીએએ બિલ્ડરોને તે જાતે તોડી પાડવા માટે 16 દિવસનો સમય આપ્યો હતો. બીજી તરફ મહાનગરપાલિકાએ પણ તેને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. તેમણે બિલ્ડરોને પોતે તોડવા માટે સમય પણ આપ્યો હતો.

નિર્ધારિત સમયમાં બાંધકામ ન તોડવાના કારણે ગુરુવારે મહાનગરપાલિકાની ટીમ તેને તોડવા પહોંચી હતી. 11 વાગ્યા સુધીમાં સંકુલનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)