Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કાળઝાળ ગરમીથી પરેશાન છો? લઈ આવો ‘છોટૂ' કૂલર : એક લીટર પાણીમાં મળશે શિમલા જેવી ઠંડક

ફિલપકાર્ટ પર બિગ સેવિંગ ડીલમાં ‘છોટૂ' કૂલર સસ્‍તા ભાવે ખરીદી શકાશે

નવી દિલ્‍હી તા. ૫ : ભારતમાં ધગધગતી ગરમી શરૂ થઈ ચૂકી છે. કેટલાક રાજયોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગરમી એટલી બધી વધી ગઈ છે કે, લોકોએ એસી, કૂલર શરૂ કરી દીધા છે. કેટલાક લોકો કૂલર ખરીદવાની તૈયારી પણ કરી રહ્યા છે. ઉનાળામાં એસી, કૂલરના ભાવ આસમાને પહોંચી જાય છે. એવામાં આપણે રાહ જોઈએ છે કે, ક્‍યારે સેલ આવે અને મોંઘા કૂલર સસ્‍તા થઈ જાય. ફિલપકાર્ટ પર બિગ સેવિંગ ડીલ શરૂ થઈ ચૂકી છે અને તે ૮ મે સુધી ચાલશે. આ સેલમાં એક છોટૂ કૂલર સરળતાથી ખરીદી શકાય છે. આ કૂલર એક લીટર પાણીમાં શિમલા જેવી ઠંડી આપશે. ચાલો જાણીએ તેના વિશે...

આ પોર્ટેબલ કૂલરની ખાસિયત એ છે કે, તે લાઈટ વેઈટ અને સ્‍ટાઈલિશ ડિઝાઈન ધરાવે છે. તેને કિચન, ઓફિસ ડેસ્‍ક અથવા તો બેડરૂમમાં સૂતી વખતે ટેબલ પર મૂકી શકાય છે. ઓછા વીજખર્ચે દમદાર હવા આપે છે. આ છોટૂ કૂલર દેખાવમાં નાના બોક્‍સ જેવુ છે. પરંતુ હવા આપવામાં મોટા મોટા કૂલરોને પણ માત આપે છે.

Dresszon 3.99 L Room/Personal Air Cooler ઓછી વીજળીમાં શાનદાર હવા આપે છે. તેને USBની મદદથી પણ ચલાવી શકાય છે. તેમાં ત્રણ મોડ મળે છે. એક લો, બીજો મીડિયમ અને ત્રીજો હાઈમોડ.

આ કુલરની લોન્‍ચિંગ પ્રાઈઝ ૨,૩૦૦ રૂપિયા છે. પરંતુ ફિલપકાર્ટ સેલમાં આ કૂલર ૧,૯૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે. કૂલરમાં અંદાજે ૪ લીટરનું સ્‍ટોરેજ છે. કૂલરની હાઈટ ૧૬ સેન્‍ટીમીટર છે અને વજનમાં પણ હળવુ છે.

(1:08 pm IST)