Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 289

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

‘‘દરેક નદી કોઇપણ માર્ગદર્શક કે નકશા વગર સમુદ્ર સુધી પહોંચી જાય છે. આપણે પણ સમુદ્ર સુધી પહોંચી શકીએ છીએ પરંતુ આપણે રસ્‍તામાં ફસાઇ જઇએ છીએ.''

માર્ગદર્શક કે ગુરૂની તમને સમુદ્ર સુધી લઇ જવામાં જરૂર નથી. તે જાતે પણ થઇ શકે છે-ગુરૂની તમને સચેત રાખવા માટે જરૂર છે જેથી તમે ભટકી ના જાવ.

નદી સતત વહે છે અનેતે એક સુંદર વૃક્ષ પાસેથી પસાર થાય છે નદી વૃક્ષને માણે છે અને આગળ વધી જાય છે. તે વૃક્ષ સાથે જોડાતી નથી નહીતર તે અટકી જશે તે સુંદર પર્વત પાસે આવે છે. પરંતુ તે વહેતી રહે છે નદી પર્વતની આભારી બને છે તેને આનંદ આપવા માટે પરંતુ તેની સાથે જોડાતી નથી. તે સતત વહે છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:35 am IST)