Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

૨ મહિનામાં ટ્રકના ભાડામાં આવ્‍યો ૧૦ ટકાનો વધારો

મોંઘા ડીઝલની અસર ટ્રક ભાડા પર વર્તાઇ

નવી દિલ્‍હી તા. ૫ : મોંઘા ડીઝલના કારણે દેશમાં માલ ભાડા મોંઘા થયા છે. ડીઝલના ભાવમાં વધારાના કારણે સમગ્ર દેશમાં તમામ રૂટ્‍સ પર ટ્રકના ભાડામાં ૫ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. ઈંડિયન ફાઉન્‍ડેશન ઓફ ટ્રાન્‍સપોર્ટ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ અગાઉ માર્ચ ૨૦૨૨માં પણ મોંઘા ડ઼ીઝલના કારણે ટ્રાંસપોર્ટરોએ માલ ભાડામાં ૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે મહિનામાં ૧૦ ટકા સુધી ટ્રકના ભાડામાં વધારો થયો છે.

એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડીયામાં સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ૩.૬૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલના ૧૧૦ ડોલર પ્રતિ બેરલની આસપાસ હતા. ડીઝલના ભાવમાં વધારા બાદ ટ્રકના રેંટમાં ૪થી ૫ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. હકીકતમાં જોઈએ તો, કોરોના બાદ અર્થવ્‍યવસ્‍થા પાટા પર ફરી આવી રહી છે, તો માગ પણ વધી છે. ત્‍યારે આવા સમયે માલની અવરજવર પણ વધી છે.અને ટ્રકની માગ વધતા ટ્રાન્‍સપોર્ટરોએ પોતાના ખર્ચો જોતા ભાડામાં વધારો કર્યો છે.

જો કે તેની અસર મોંઘવારી તરીકે જોવાઈ રહી છે. ખાવા-પીવાની વસ્‍તુઓ સતત મોંઘી થઈ રહી છે. તો ઘર બનાવામાં ઉપયોગમાં લેવાતી વસ્‍તું જેવી કે, સિમેન્‍ટ, સળીયા, કન્‍ઝ્‍યૂમર ડ્‍યૂરેબલ આઈટ્‍મસ ઉપરાંત એફએમસીજી કંપનીએ ડિટર્ઝેંટના ભાવ પણ વધારી રહી છે. ભાવ વધવાનું મુખ્‍ય કારણ મોંઘા ભાડા છે. જે ડીઝલના કારણે વધી રહ્યા છે. માર્ચ ૨૨, ૨૦૨૨ બાદ સરકારી તેલ કંપનીઓ પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો વધારો કરી ચુકી છે.

(11:04 am IST)