Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હું મુસ્‍લિમ બનવા માંગુ છું કારણ કે તે ચાર લગ્નની મંજૂરી આપે છે

યુગાન્‍ડાના પ્રખ્‍યાત ગાયક વાઇક્‍લિફ તુગુમે ઉર્ફે યાકી બેન્‍ડાએ પણ તાજેતરમાં ધર્માંતરણની વાત કરી છે : ધર્મ પરિવર્તન માટે તેણે જે કારણ આપ્‍યુ છે તે ઘણું વિચિત્ર છે

નવી દિલ્‍હી,તા. ૫ : સમગ્ર વિશ્વમાં અનેક ધર્મના લોકો વસે છે. જો કે તમામ ધર્મોમાં ઘણી બાબતો સરખી હોય છે, પરંતુ દરેક ધર્મની પોતાની આગવી વિશેષતા હોય છે. દરેક ધર્મમાં એવી ઘણી બાબતો છે જે અન્‍ય ધર્મના લોકોને અસર કરે છે. જો કે, ઘણી વખત લોકો ખૂબ જ વિચિત્ર કારણોસર પણ ધર્મ પરિવર્તન કરવા માંગે છે. યુગાન્‍ડામાંથી પણ આવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે.

યુગાન્‍ડાના ­ખ્‍યાત ગાયક વાઇક્‍લિફ તુગુમે ઉર્ફે યાકી બેન્‍ડા યાકીએ કહ્યું છે કે તે ઇસ્‍લામ ધર્મ અંગીકાર કરવા માંગે છે. તેણે ઈસ્‍લામ અપનાવવા માટે જે કારણ આપ્‍યું છે તે ઘણું આશ્ચર્યજનક છે.

સ્‍થાનિક મીડિયા સાથે વાત કરતા યાકીએ ખુલાસો કર્યો કે તેને ઇસ્‍લામ પસંદ છે કારણ કે તેમાં ઘણી ખાસ બાબતો છે જેમ કે તમે ચાર મહિલાઓ સાથે પણ લગ્ન કરી શકો છો. યાકીએ તાજેતરની ઈદની ઉજવણી દરમિયાન મુસ્‍લિમોને ખવડાવતા પોતાનો ઈરાદો જણાવ્‍યો હતો.

તેણે વધુમાં ઉમેર્યું હતું કે ઈસ્‍લામિક લગ્નોમાં બધી પત્‍નીઓ કોઈ પણ ઝઘડા વિના કેવી રીતે સાથે રહે છે તે જોઈને તેને આનંદ થાય છે. આવું ભાગ્‍યે જ કોઈ ધર્મમાં બનતું હોય છે.

તમને જણાવી દઈએ કે યાકી એક બાળકનો પિતા છે અને મહિલાઓ સાથે તેના સંબંધો સતત બગડતા જાય છે. આ જ કારણ છે કે તે ઇસ્‍લામ અપનાવવાનું વિચારી રહ્યો છે. યાકી સિવાય અન્‍ય ઘણા કલાકારો છે જેમણે પોતાનો ધર્મ બદલીને ઈસ્‍લામ અપનાવ્‍યો છે.

યાકીએ કેમિકલ એન્‍જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. કેમિકલ એન્‍જિનિયરિંગની ડિગ્રી મેળવ્‍યા પછી, યાકીએ ક્‍યારેય કોઈ ઓફિસમાં કામ કર્યું નથી. આ સિવાય તેણે સંગીતકાર તરીકેનું પોતાનું સપનું પૂરું કર્યું અને તેને પોતાની કારકિર્દી બનાવી.

(10:40 am IST)