Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

યુધ્‍ધનો ૭૦મો દિવસ : યુક્રેનને ભારે નુકસાન : વિનાશકારી દ્રશ્‍યો

યુક્રેનની અર્થવ્‍યવસ્‍થાને ૫૬૪થી ૬૦૦ અબજ ડોલરની વચ્‍ચેનું નુકસાન થવાનો અંદાજ

યુક્રેનમાં ૩૩,૦૦૦ ચોરસ કિલીમીટરમાં ફેલાયેલા રહેણાંક વિસ્‍તારો રશિયન બોમ્‍બ ધડાકા અને મિસાઇલ હુમલામાં નષ્‍ટ થઇ ગયા છે : એટલુ જ નહીં, ૨૩ હજાર કિલોમીટર લાંબો રસ્‍તો સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો છે

નવી દિલ્‍હી,તા. ૫ : રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને ગઇ કાલે ૭૦ દિવસ પૂરા થયા. યુક્રેનના નાણા મંત્રાલયના અહેવાલ અનુસાર, યુદ્ધના કારણે યુક્રેનની અર્થવ્‍યવસ્‍થાને ૫૬૪ થી ૬૦૦ અબજ ડોલરની વચ્‍ચેનું નુકસાન થવાનો અંદાજ છે. આ રકમ યુક્રેનના વાર્ષિક જીડીપી કરતાં ચાર ગણી વધારે છે. એટલે કે ૭૦ દિવસના યુદ્ધમાં યુક્રેનને ચાર વર્ષમાં જેટલું કમાવું હશે એટલું ગુમાવ્‍યું છે.

૭૦ દિવસના યુદ્ધમાં યુક્રેનની લગભગ ૯૨ બિલિયન ડોલરની સંપત્તિ નાશ પામી છે. ધ્‍લ્‍ચ્‍એ તેના રિપોર્ટમાં આ મૂલ્‍યાંકન કર્યું છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં યુક્રેનમાં યુદ્ધથી કુલ ૪.૫ અબજ ડોલરનું નુકસાન થયું છે. આટલું જ નહીં, રશિયન બોમ્‍બ ધડાકામાં ૯૦ હજાર કાર નષ્ટ થઈ ગઈ છે, જેની કિંમત આશરે ઼૧.૩ બિલિયન હોવાનો અંદાજ છે.

રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં ૩૩,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રહેણાંક વિસ્‍તારો રશિયન બોમ્‍બ ધડાકા અને મિસાઈલ હુમલામાં નષ્ટ થઈ ગયા છે. એટલું જ નહીં, ૨૩ હજાર કિલોમીટર લાંબો રસ્‍તો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. દ્યરો અને રસ્‍તાઓને કુલ નુકસાન ઼૫૯,૪૨૬ મિલિયન હતું.

સંયુક્‍ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, યુદ્ધની શરૂઆતથી અત્‍યાર સુધીમાં ૫૫,૯૭,૪૮૩ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. આ બેઘર લોકો અન્‍ય દેશોમાં આશરો લઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં હજુ પણ ૧૩ મિલિયન લોકો યુદ્ધ ઝોનમાં ફસાયેલા છે.

(10:35 am IST)