Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ચેન્નાઈ સામે બેંગ્લોરનો 13 રને શાનદાર વિજય : હર્ષલ પટેલે 3 અને મેક્સવેલે 2 વિકેટ ઝડપી

ઋતુરાજ ગાયકવાડ અને ડેવેન કોનવેએ શાનદાર શરુઆત કરાવી 54 રનની ભાગીદારી રમત રમી

મુંબઈ :IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પુણેમાં ટક્કર થઈ હતી. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સામે બેંગ્લોરનો રને 11 રને વિજય થયો હતો. બેંગ્લોરના બોલરોએ કરેલા જબરદસ્ત બોલીંગના પરિણામે જીત મેળવી હતી. ટોસ હારીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 173 રન 8 વિકેટ ગુમાવીને કર્યા હતા. બેંગ્લોર વતી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ સારી શરુઆત કરાવી હતી. જોકે બાદમાં ચેન્નાઈના બોલરો સામે બેંગ્લોરે એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી હતી. જવાબમાં ચેન્નાઈએ પણ સારી શરુઆત કરી હતી. ઓપનર ડેવેન કોનવે એ સતત બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને ડેવેન કોનવેએ શાનદાર શરુઆત ચેન્નાઈને કરાવી હતી. બંનેએ 54 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડના રુપમાં પ્રથમ વિકેટ 7મી ઓવરમાં ચેન્નાઈએ ગુમાવી હતી. ગાયકવાડ શાહબાઝ અહેમદનો શિકાર પ્રભુદેસાઈના હાથમાં કેટ ઝડપાઈને થયો હતો. તેણે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ડેવેન કોનવેએ સતત બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી. તે 56 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે 37 બોલમાં આ રન 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ થી કર્યા હતા. રોબિન ઉથપ્પા 1 જ રન કરીને મેક્સવેલના બોલ પર આઉટ થયો હતો. તે પણ સુયશ પ્રભુદેસાઈના હાથમાં કેચ ઝડપાયો હતો. મેક્સવેલે અંબાતી રાયડુને પણ સસ્તામાં આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 8 બોલમાં 10 રન કર્યા હતા. આ દરમિયાન તેણે એક છગ્ગો ફટકાર્યો હતો.

ધોની અને રવિન્દ્ર જાડેજાની બેટીંગ પણ આજે નિરાશાજનક રહી હતી. ધોની 2 રન અને જાડેજા 3 રન કરીને આઉટ થયા હતા. મોઈન અલીએ સ્થિતીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. તેણે 27 બોલમાં 34 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા પણ જમાવ્યા હતા ડ્વેન પ્રિટોરિયસે પણ અંતમાં 1 છગ્ગો જમાવ્યો હતો અને 13 રન કર્યા હતા. સિમરજીત સિંહ (2) અને મહિષ તિક્ષણા (7) અણનમ રહ્યા હતા

મેક્સવેલે 4 ઓવરના સ્પેલમં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે આજે કમાલની બોલીંગ કરી ને ચેન્નાઈને પરેશાન કર્યુ હતુ. હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. તેણે જોકે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. હસારંગા, જોષ હેઝલવુડ અને શાહબાઝ અહેમદે એક એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે 4 ઓવરમાં માત્ર 19 જ રન આપ્યા હતા.

(12:25 am IST)