Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ઈદના તહેવાર નિમિત્તે જોધપુરમાં હિંસા બાદ લગાવેલો કફ્ર્યુ 6 મેં મધરાત સુધી લંબાવ્યો

કર્ફ્યુ દરમિયાન, વિવિધ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિક્ષકો અને પરીક્ષા કાર્યમાં રોકાયેલા કર્મચારીઓને ખસેડવાની મંજૂરી આપશે

જોધપુરના વિસ્તારોમાં લાદવામાં આવેલ કર્ફ્યુને 6 મેની મધરાત સુધી લંબાવવામાં આવ્યો છે. આ અંગે વહીવટી તંત્ર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર થાણા ઉદયમંદિરનો સમગ્ર વિસ્તાર, રાય કા બાગ રોડવેઝ બસ સ્ટેન્ડ અને રાય કા બાગ રેલવે સ્ટેશનના આંશિક વિસ્તાર સિવાય, બાકીનો ઉદયમંદિર પોલીસ સ્ટેશન વિસ્તાર, સદરકોટવલી, સદરબજાર, નાગોરી ગેટ, ખાંડફલસા અને જિલ્લા પશ્ચિમના થાણા પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેનાવગર, સુરસાગર, સરદારપુરાના સમગ્ર વિસ્તારમાં 6 મેની મધરાત 12 સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે.કર્ફ્યુ દરમિયાન, વિવિધ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિક્ષકો અને પરીક્ષા કાર્યમાં રોકાયેલા કર્મચારીઓને ખસેડવાની મંજૂરી આપવામાં આવશે.

અગાઉ રાજ્યના પોલીસ મહાનિર્દેશક એમ.એલ. લાથેરે જયપુરમાં કહ્યું કે જોધપુર શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ શાંતિ જાળવવા માટે તમામ શક્ય પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લામાં શાંતિ અને સૌહાર્દને ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 133ની કલમ 151 હેઠળ અને આઠની અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે

લાથેરે જણાવ્યું હતું કે મંગળવારે ઇદના દિવસે બનેલી હિંસક ઘટનાઓના સંદર્ભમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ચાર FIR નોંધવામાં આવી છે અને લોકો દ્વારા આઠ FIR દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હુલ્લડમાં 9 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તમામ ખતરાની બહાર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે અન્ય ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે અને હવે તેઓ પણ ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

 

(11:30 pm IST)