Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

રાષ્ટ્રીય લઘુમતી આયોગના વડાએ કહ્યું પરસ્પર સહમતિથી આંતર-ધાર્મિક લગ્ન પર પ્રતિબંધ નથી

કેરળ અને અન્ય રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ ભાજપ દ્વારા ચલાવાતા અભિયાન અંગેના સવાલ પર લાલપુરાએ કહ્યું કે, લવ જેહાદ શું છે? મને આ શબ્દ કોઈ શબ્દકોશમાં મળ્યો નથી

નવી દિલ્હી :રાષ્ટ્રીય લઘુમતી આયોગ (એનસીએમ) એ આંતર-ધાર્મિક લગ્નોના અમુક કિસ્સાઓ માટે ‘લવ જેહાદ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કમિશને કહ્યું કે પરસ્પર સહમતિથી કાનૂની વયમાં થતા વિવિધ ધર્મોના યુગલોના લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી.એનસીએમના પ્રમુખ ઈકબાલ સિંહ લાલપુરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમને ભૂતકાળમાં માતા-પિતા તરફથી કેટલીક ફરિયાદો મળી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના બાળકોને આંતર-ધાર્મિક લગ્નોમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જેમાંથી ઘણી ફરિયાદો સાચી હોવાનું જાણવા મળ્યું હતું.

કેરળ અને અન્ય રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગેના સવાલ પર લાલપુરાએ કહ્યું કે, લવ જેહાદ શું છે? મને આ શબ્દ કોઈ શબ્દકોશમાં મળ્યો નથી. મને આ અંગે કોઈ ચોક્કસ સમુદાય તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

લાલપુરાએ કહ્યું કે હું ભાજપનો પ્રતિનિધિ કે પ્રવક્તા નથી. લવ જેહાદ શું છે તે ફક્ત તેઓ (ભાજપ) જ કહી શકે છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે. જો પરસ્પર સંમતિ હોય તો કોઈ બાધ નથી.તેમણે કહ્યું કે પંચને ભૂતકાળમાં આવી કેટલીક ફરિયાદો મળી છે કે એક યુગલને આંતર-ધર્મીય લગ્ન માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જેમાંથી ઘણી ફરિયાદો સાચી હોવાનું જાણવા મળ્યું હતું. અમે સંબંધિત રાજ્ય સરકારોને આવા કેસોમાં ન્યાય મળે તેની ખાતરી કરવા જણાવ્યું છે

   
 
   
(11:26 pm IST)