Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મનસુખ હિરેનની હત્યા માટે સચિન વાજેએ ચૂકવ્યા 45 લાખ રૂપિયા

NIAએ મનસુખ હિરેનની હત્યા પાછળ પ્રદીપ શર્માને મુખ્ય સૂત્રધાર ગણાવીને મુંબઈ હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

મુંબઈમાં મનસુખ હિરેન હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ માટે પોલીસ અધિકારી સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. NIAએ મનસુખ હિરેનની હત્યા પાછળ પ્રદીપ શર્માને મુખ્ય સૂત્રધાર ગણાવીને મુંબઈ હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે હત્યાનું કાવતરું મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ઘડવામાં આવ્યું હતું. એનઆઈએએ બોમ્બે હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મનસુખ હિરેનની હત્યાનો મુખ્ય સુત્રધાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માને જણાવવામાં આવ્યો છે.

NIAના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કામ માટે સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. મનસુખ હિરેન દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કારનો માલિક હતો. તેની હત્યા કરવામાં આવી હતી. NIAએ ચાર્જશીટમાં પોલીસ અધિકારી પ્રદીપ શર્માને હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. આ સાથે સચિન વાજે પર પ્રદીપને હત્યા માટે 45 લાખ રૂપિયા આપ્યાનો પણ આરોપ છે.

 

એનઆઈએએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર છે. પ્રદીપ શર્માની 17 જૂન 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે પ્રદીપ શર્માએ અન્ય આરોપીઓ સાથે પોલીસ કમિશનરની ઓફિસમાં ઘણી બેઠકો કરી હતી. ત્યાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ મનસુખ હિરેનની હત્યા માટે પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા.

તપાસ એજન્સીએ બોમ્બે હાઈકોર્ટમાં પ્રદીપ શર્માની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. NIAએ કહ્યું કે તે નિર્દોષ નથી. તેઓએ હત્યા, આતંકવાદી કૃત્યો અને ગુનાહિત ષડયંત્ર જેવા ગુના કર્યા છે. કોર્ટે આ બાબતે સુનાવણી માટે અલગથી 17 જુલાઈની તારીખ નક્કી કરી છે, હવે 17 જુલાઈએ આ બાબતે વધુ ચર્ચા થશે.

 મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચ 2021ના રોજ મુંબઈ નજીક એક ખાડી પરથી મળી આવ્યો હતો. મુકેશ અંબાણીના ઘરે જિલેટીન ભરેલી કાર મનસુખ હિરેનની હતી. NIA આ ઘટનાની તપાસ કરી રહી હતી. આ કેસમાં મુંબઈના અનેક પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા હતા.

(10:09 pm IST)