Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

IPL -2022 : બેંગ્લોરે 8 વિકેટ ગુમાવી ચેન્નાઈ સામે 173 રન ફટકાર્યા :મહિષ તિક્ષણાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપી

ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પંસદ કરી : વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે સારી શરુઆત કરાવી

મુંબઈ :IPL 2022 ની 49મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પુણેમાં એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પંસદ કરી હતી.બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે બેંગ્લોરની ટીમને સારી શરુઆત કરાવી હતી. બંને એ ઝડપ ભેર શરુઆતી સ્કોર બોર્ડનુ ચક્કર ગુમાવ્યુ હતુ. બંને ઓપનરો સહિત શરુઆતની ત્રણેય વિકેટ ગુમાવી દેતા જ બેંગ્લોરની ટીમની રમત દબાણ ભરી બનવા લાગી હતી.

બેંગ્લોરે સારી શરુઆત કરી હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઓપનીંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરુઆત અપાવી હતી. પરંતુ બંને અડધી સુધી પહોંચી શક્યા નહોતા. બંને વચ્ચે 62 રનની ભાગીદારી થઈ હતી. ત્યારે જ ફાફ ડુ પ્લેસિસ મોઈન અલીની જાળમાં ફસાઈ ગયો હતો અને રવિન્દ્ર જાડેજાના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 22 બોલમાં 38 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ગ્લેન મેક્સવેલ પ્લેસિસના સ્થાને આવ્યો હતો અને તે પણ રન આઉટ થઈને પરત ફર્યો હતો. તે માત્ર 3 જ રન જોડી શક્યો હતો.

વિરાટ કોહલી બેંગ્લોરની ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તે મોઈન અલી બોલ પર ક્લિન બોલ્ડ થયો હતો. મોઈનનો શાનદાર બોલ તેને થાપ આપીને મીડલ સ્ટંપને ઉડાવી ગયો હતો. કોહલી આજે 33 બોલમાં 30 રન કરીને પરત ફર્યો હતો. તેણે એક છગ્ગો પણ ઈનીંગ દરમિયાન ફટકાર્યો હતો. ત્યારબાદ આવેલા રજત પાટીદારે પણ ઝડપી રમતનો પ્રયાસ કર્યો હતો. જે 15 બોલમાં 21 રન કરીને આઉટ થયો હતો. તે પ્રિટોરિયસના બોલ પર મુકેશ ચૌધરીના હાથમાં કેચ ઝડપાયો હતો.

મહિપાલ રોમરોર અને દિનેશ કાર્તિકે અંતિમ ઓવરોમાં ઈનીંગને સંભાળવા માટેનો પ્રયાસ કર્યો હતો. બંને એ બેંગ્લોરના સ્કોરને આગળ વધારવા માટે સફળ પ્રયાસ કર્યો હતો. મહિપાલે 27 બોલમાં 42 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે અણનમ 26 રન 17 બોલમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા વડે નોંધાવ્યા હતા. રજત પાટીદારે 15 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. વાનિન્દુ હસારંગા શૂન્ય, શાહબાઝ અહેમદે 1 રન અને હર્ષલ પટેલ શૂન્ય રન પર વિકેટ ગુમાવી બેઠા હતા. હર્ષલ એક પણ બોલ રમ્યા વિના રન આઉટ થઈ પરત ફર્યો હતો.

મહિષ તિક્ષણાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી ને બેંગ્લોરની યોજનાઓને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. મોઈન અલીએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ડ્વેન પ્રિટોરિયસે 1 વિકેટ 3 ઓવરમાં 42 રન આપીને ઝડપી હતી. જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા.

(9:53 pm IST)