Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દિલ્હીની સ્કૂલમાં અચાનક ઘુસ્યો શખ્શ :છોકરીઓના કરીઓના ઉતારી દીધા કપડાં: કરવા લાગ્યો પેશાબ

વિદ્યાર્થીઓને ચૂપ રહેવાનું તથા બનેલું ભૂલી જવાની સલાહ આપી:પોલીસે આ ઘટનામાં કેસ દાખલ કરીને તપાસ શરુ કરી : મહિલા આયોગે સમન્સ જારી કર્યું

નવી દિલ્હી :  દિલ્હી મહિલા આયોગે એવું જણાવ્યું છે ભજનપુરામાં દિલ્હી નગર નિગમની એક સ્કૂલમાં કોઈ અજાણ્યો શખ્સ ઘુસી આવ્યો હતો. સ્કૂલમાં ઘુસી આવેલા આ શખ્સે બે છોકરીઓના કપડાં ઉતારી નાખ્યાં હતા અને તેમનું જાતિય સતામણી કરી હતી. આ પછી પાગલ ગણાતા આ શખ્સે છોકરીઓની સામે પેશાબ કર્યો હતો.

દિલ્હી મહિલા આયોગે 30 એપ્રિલના રોજ જારી કરેલી નોટિસમાં કહ્યું કે વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં ટીચરના આવવાની પ્રતિક્ષા કરી રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સે ક્લાસમાં આવ્યો હતો. નોટીસમાં કહેવાયું કે કથિત રીતે તેણે એક બાળકીના કપડા ઉતારી નાખ્યાં અને તેણે અશ્લીલ શબ્દો કહ્યાં. ત્યાર બાદ તે શખ્સ બીજી છોકરી પાસે ગયો અને તેના પણ કપડા ઉતરાવી નાખ્યાં હતા. ત્યાર બાદ તેણે ક્લાસનો દરવાજો બંધ કરીને વિદ્યાર્થીઓની સામે પેશાબ કર્યો હતો. આ જોઈને વિદ્યાર્થીઓ છળી મર્યા હતા. વિદ્યાર્થીઓ સામે આવી અણછાજતી હરકત કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો.

ઘટના બાદ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને ટીચરને આ ઘટનાની જાણ કરી હતી. પરંતુ કોઈ એક્શન લેવાને પગલે તેમણે વિદ્યાર્થીઓને ચૂપ રહેવાનું તથા બનેલું ભૂલી જવાની સલાહ આપી હતી. પોલીસે આ ઘટનામાં કેસ દાખલ કરીને તપાસ શરુ કરી દીધી છે.

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, "મને ખૂબ જ દુઃખ છે કે સ્કૂલ પરિસરની અંદર નાના બાળકોની જાતીય સતામણીની આવી ગંભીર અને આઘાતજનક ઘટના બની છે, જે બાળકો માટે ખૂબ જ સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. પૂર્વ નિગમની શાળામાં ધોળે દહાડે આવો જઘન્ય ગુનો બને તે તદ્દન અસ્વીકાર્ય છે અને તેની જાણ કરવાને બદલે શાળાના આચાર્ય અને શિક્ષકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મેં દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને કેસ છુપાવવાનો પ્રયાસ કરનારાઓ સામે પોક્સો એક્ટ હેઠળ વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સિવાય મેં પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ સમન્સ જારી કર્યું છે જેથી આ મામલે જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.

(9:27 pm IST)