Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ભારત ટોચના સ્થાને : બીજા નંબરે ઇંગ્લેન્ડ :પાકિસ્તાન ત્રીજાક્રમે

દક્ષિણ આફ્રિકા ચોથા, ઓસ્ટ્રેલિયા પાંચમા, ન્યુઝીલેન્ડ છઠ્ઠા, વેસ્ટ ઈન્ડીઝ સાતમા, બાંગ્લાદેશ અને શ્રીલંકા આઠમા અને અફઘાનિસ્તાનની ટીમ 226 રેટિંગ પોઈન્ટ સાથે 10મા ક્રમે

મુંબઈ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે ટી-20 ઈન્ટરનેશનલ ટીમોની વાર્ષિક રેન્ક જાહેર કરી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ ટી-20માં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 ઈન્ટરનેશનલ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અગાઉ ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ રોહિત શર્માની કમાન સંભાળ્યા બાદ ભારતીય ટીમે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જે બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ક્રિકેટમાંથી સૌથી ટૂંકા ફોર્મેટમાં ટોચ પર પહોંચવામાં સફળ રહી છે.

જો આઈસીસી દ્વારા પુરૂષ ટીમો માટે જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ 270 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડના 265 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. આ સિવાય પાકિસ્તાન 261 પોઈન્ટ સાથે ત્રીજા, દક્ષિણ આફ્રિકા 253 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 251 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા, ન્યુઝીલેન્ડ 250 પોઈન્ટ સાથે છઠ્ઠા, વેસ્ટ ઈન્ડીઝ 240 પોઈન્ટ સાથે સાતમા, બાંગ્લાદેશ 233 પોઈન્ટ સાથે આઠમા, શ્રીલંકા 230 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. નવમા અને અફઘાનિસ્તાનની ટીમ 226 રેટિંગ પોઈન્ટ સાથે 10મા ક્રમે છે

(9:20 pm IST)