Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

ભારતમાં ૩૦ રાજ્યોમાં કોરોના આતંક : કેસોની સંખ્યા ૩,૫૭૭

મોતનો આંકડો વધીને ૮૩ ઉપર પહોંચતા ચિંતા અકબંધ રહી : કોરોનાની વિરુદ્ધ જંગ જીતી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૨૩૦ ઉપર પહોંચી ગઇ છે : લોકડાઉનની સ્થિતીની વચ્ચે એક દિવસમાં કોરોનાના ૫૦૫ મામલા

નવી દિલ્હી, તા.૫ : વિશ્વમાં ભારે હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસના કારણે ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. ૩૦ રાજ્યોને પોતાના સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને ૮૩ ઉપર પહોંચી ગયો છે. દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. અનેક નવા કેસોની સાથે કેસોની સંખ્યા ૩૫૭૭ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૫ નવા કેસો નોંધાયા છે. દિલ્હીમાં નવા કેસો ૫૮ નોંધાયા છે જે પૈકી ૧૯ મરકઝ સાથે સીધી અથવા પ્રત્યક્ષરીતે જોડાયેલા કેસ છે. મોતના આંકડા અને કેસોની સંખ્યામાં હાલમાં વિરોધાભાસની સ્થિતી રહેલી છે. દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.

          જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. એક્ટિવ કેસોની સંખ્યા પણ બે હજારથી ઉપર રહેલી છે. મહારાષ્ટ્ર , કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે રહેલી છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની અસર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૨૩૦ સુધી પહોંચી ગઇ છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે.  કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.

          ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.  જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે.

હાલમાં સરકાર કોમ્યુનિટી ટ્રાન્સમીશનના અહેવાલને રદિયો આપી રહી છે. સરેરાશ ૪૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે.  ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો. ત્યારબાદ બે મહિનામાં કેસોની સંખ્યા ૧૫૦૦ થઇ હતી. જ્યારે ત્યારબાદ ૧૪મી માર્ચ બાદ કેસોમાં એકાએક જંગી વધારો થયો છે. કુલ કેસો પૈકી ૪૦ ટકાથી વધારે  કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. 

(10:02 pm IST)