Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સત્ય જ સ્વર્ગ છેઃ પૂ. મોરારીબાપુ

વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામ કથાનો સાતમો દિવસ

રાજકોટ તા. પ :.. 'સત્ય જ સ્વર્ગ છે' તેમ પૂ. મોરારીબાપુએ વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામ કથાના સાતમા દિવસે કહયું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું હતું કે, દાનનું સ્થાન કિર્તી અપાવે તેવુ હોવુ જોઇએ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથાના છઠ્ઠા દિવસે કહ્યું હતું કે, માનસની સાત મર્યાદા પર પણ કયારેક બોલવું છે. ગુરૂમાં જે સમર્પિત  થઇ જાય એને ગુરૂ, ગુરૂ બનાવ્યા વગર છોડતા નથી. શિષ્યમાં ગુરૂના તમામ લક્ષણો ઉતરે છે. જે રીતે ગંગા મીઠી છે પરંતુ ખારા સાગરમાં વિલીન થવાથી તેનામાં સાગરના લક્ષણો આવે છે. શિષ્યની ઉપલબ્ધિ ગુરૂની આંખને સજળ કરી દે છે. સમગ્ર રામચરિત માનસ એક સુત્ર ગ્રંથ છે. શ્રેષ્ઠ ધાગો છે. બધા જ સુત્રોમાં પછી બાપુએ જણાવ્યું કે બરાબર ધ્યાનથી સાંભળી એ તો ઘટના ઘટી જાય છે. આપણે કાર્ય બદલીએ છીએ કારણ બદલતા નથી એટલે ઘટના ઘટતી નથી.

પૂ. મોરારીબાપુએ  વધુમાં કહયું કે, વિભીષણ રાવણ જેટલો વિદ્વાન નહીં હોય પરંતુ વૈષ્ણવ જરૂર છે. ગંગા શિષ્યા સાગર તેનો ગુરૂ છે. તે પોતાના ગુરૂમાં સમાપ્ત થવા માટે દોડી જાય છે. આ ગુરૂ શિષ્ય સંવાદ છે. શિષ્યએ પ્રવાહમાન, ગતિમાન - ગતિશીલ રહેવું જોઇએ. ગુરૂ એક જગ્યાએ બેઠેલા હોય છે. ગતિ ત્રણ પ્રકારની હોય છે. મંદ, મધ્ય અને તેજ.

 

(4:58 pm IST)