Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

છ રાજ્યોમાં દેશના ૮૪ % નવા કોરોના કેસ નોંધાયા: ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે

મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ

મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત.

(12:57 pm IST)
  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST