Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કોર્ટે સ્નાતકને ન્યુ બેઝીક એજયુકેશન ગણાવ્યુ

૧૮ વર્ષ નહિ ગ્રેજયુએટ સુધી પુત્રની પરવરીશ કરવી પડશેઃ સુપ્રિમે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી, તા.૫: ગ્રેજયુએશનને નવું બેઝીક એજયુકેશન જાહેર કરતા સુપ્રીમ કોર્ટે એક વ્યકિતને પોતાના પુત્રને ૧૮ વર્ષ નહીં પણ તે સ્નાતક થાય ત્યાં સુધી પાલન-પોષણ કરવા કહયું છે. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેંચે ગુ:વારે ફેમિલી કોર્ટના એ ચુકાદાને ફેરવી નાખ્યો છે, જેમાં કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગના એક કર્મચારીને તેના પુત્રને ૧૮ વર્ષની ઉંમર સુધી શિક્ષણ માટે થનાર ખર્ચ ઉપાડવાનું કહેવાયુ હતું.

બેંચે કહયું કે ફકત ૧૮ વર્ષની ઉંમર સુધી જ નાણાકીય મદદ કરવાનું આજના જમાનામાં પુરતું નથી કેમ કે હવે બેઝીક ડીગ્રી કોલેજનો અભ્યાસ પુર્ણ કર્યા પછી જ મળે છે.આરોગ્ય વિભાગમાં કામ કરતા આ કર્મચારીના જૂન ૨૦૦૫માં પહેલી પત્નિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર પછી ફેમિલી કોર્ટે સપ્ટેમ્બર ૨૦૧૭માં બાળકના પાલનપોષણ માટે તે વ્યકિતને દર મહિને ૨૦ હજાર :પિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. પછી તેણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો ત્યાં પણ રાહત ન મળતા તેણે સુપ્રીમમાં અરજી કરી હતી.

સરકારી કર્મચારી તરફથી સુપ્રીમમાં દલીલ કરાઇ હતી કે તેના હાથમાં આવતો પગાર જ ૨૧ હજાર છે. અમારા અસીલે બીજા લગ્ન કરી લીધા છે અને બીજા લગ્નથી તેને બે બાળકો છે, ત્યારે પહેલા લગ્નથી થયેલા દિકરાને દર મહિને ૨૦ હજાર :પિયા આપવા અશકય છે. સરકારી કર્મચારીના વકીલે સુપ્રીમમાં એમ પણ કહયું કે અમારા છૂટાછેડા એટલા માટે થયા હતા કે પત્નિનો અન્ય વ્યકિત સાથે અનૈતિક સંબંધ હતો. બેંચે તેની આ દલીલ ફગાવી દેતા કહયું કે તેના માટે તમે બાળકને દોષ ન આપી શકો. બેંચે એમ પણ કહયું કે જયારે તમે બીજા લગ્ન કર્યા ત્યારે તમે એ તો સારી રીતે જાણતા જ હતા કે તમારે પહેલા લગ્નથી જન્મેલા બાળકની દેખભાળ પણ કરવાની છે.

કોર્ટમાં બાળક અને તેની માં ના વકીલે કહયું કે પિતાને દર મહિને ભરણપોષણની રકમ ઓછી કરવાનો આદેશ અપાય તો વાંધો નહીં પણ તેને સ્નાતકની ડીગ્રી મળે ત્યાં સુધી તે ચાલુ રહેવી જોઇએ. બેંચે આ પ્રસ્તાવને યોગ્ય ગણીને તે શખ્સને માર્ચ ૨૦૨૧થી પોતાના પુત્રના પાલનપોષણ માટે મહિને ૧૦ હજાર :પિયા આપવાનો આદેશ આપ્યો છે.

(11:43 am IST)
  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST