Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સોનાના ભાવમાં જોરદાર કડાકો : હાલ રોકાણ કરાય કે નહીં ?

૨૦૨૦માં સોનાના ભાવે જે રેકોર્ડ બનાવ્યો હતો તેના કરતા હાલ ૧ તોલા સોનું ૧૧,૫૦૦ :પિયા જેટલું સસ્તુ :MCX પર ગોલ્ડ ફયુચર ૪૫ હજારની સપાટીની અંદર પહોંચ્યોચાંદીના ભાવમાં પણ સતત ઘટાડાનો ટ્રેન્ડઓગષ્ટ ૨૦૨૦માં સોનાએ બનાવ્યો હતો ૫૬,૨૦૦ :પિયાનો રેકોર્ડ

મુંબઇ તા. ૫ : કોરોનાની રસી અને ઘટતા કેસોને કારણે સેફ હેવન ગણાતા સોનાના વળતા પાણી શ: થયા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં કડાકો બોલાયા બાદ ભારતીય બજારોમાં પણ સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાંય સોનાના ભાવ તો તેની રેકોર્ડ સપાટીથી અત્યારસુધી ૧૧,૫૦૦ :પિયા જેટલા ઘટી ચૂકયા છે.

સોનું હાલ ૧૦ મહિનાની સૌથી નીચલી સપાટી પર આવી ચૂકયું છે. MCX પર પ્રતિ દસ ગ્રામ ગોલ્ડ ફયુચર ૦.૪ ટકા ઘટીને ૪૪,૭૬૮ પર પહોંચ્યો છે, જયારે ચાંદી પ્રતિ કિલો ૦.૮ ટકાના ઘટાડા સાથે રુ. ૬૭,૪૭૩ પર પહોંચી છે. ગત સેશનમાં પણ ગોલ્ડ પ્રતિ દસ ગ્રામ ૧.૨ ટકા એટલે કે ૬૦૦ :પિયા જયારે સિલ્વર પ્રતિ દસ ગ્રામ ૧૧૫૦ રુપિયા એટલે કે ૧.૬ ટકા ઘટ્યા હતા.

૨૦૨૦માં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવાયા બાદ ૨૦૨૧માં તે ખાસ્સું દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. ઈકિવટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજી અને યુએસ દ્વારા બોન્ડ યિલ્ડમાં કરાયેલા વધારાને કારણે સોનાના ભાવમાં કડાકો બોલાયો છે. ઓગષ્ટ ૨૦૨૦માં ગોલ્ડ પ્રતિ ૧૦ ગ્રામ ૫૬,૨૦૦ :પિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું હતું, જેનાથી હાલ તે ૧૧,૫૦૦ રુપિયા જેટલું ઘટી ચૂકયું છે.

ગ્લોબલ માર્કેટમાં પણ ગોલ્ડના ભાવ આજે પ્રતિ ઔંશ ૧,૭૧૧ની આસપાસ રહ્યા હતા. ગત સેશનમાં જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ નવ મહિનાની સૌથી નીચલી સપાટીને સ્પર્શી ગયું હતું. એકસપર્ટ્સનું માનીએ તો, MCX પર ગોલ્ડ ૪૫૦૦૦-૪૪૯૦૦ને સપોર્ટ લઈ શકે છે.

બુલિયન વોલ્ટના ડિરેકટર ઓફ રિસર્ચ એડ્રિયન એશે જણાવ્યું હતું કે, ૨૦૨૦માં કોરોનાની ક્રાઈસિસ દરમિયાન સોનામાં સારું વળતર મળ્યું હતું, પરંતુ ઈકિવટી માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે, જેની સીધી અસર સોના પર પડી છે. ઈકિવટી બજારો માની રહ્યા છે કે કોરોના ખતમ થઈ ચૂકયો છે, જેના કારણે હાલ ગોલ્ડની સ્ટોરી પણ ખતમ થઈ રહેલી દેખાઈ રહી છે.

જોકે, ગોલ્ડની કિંમત પ્રતિ ઔંશ ઘટીને ૧૭૦૦ ડોલર સુધી પહોંચે તો તેમાં રોકાણ કરવા માગતા લોકો ચાન્સ લઈ શકે છે. વળી, ભારતની વાત કરીએ તો :પિયો ડોલર સામે મજબૂત બની રહ્યો હોવાના કારણે પણ સોનાના ભાવ ઘટી રહ્યા છે. પરંતુ લોંગ ટર્મ માટે તેમાં રોકાણ કરવા માગતા કે પછી ગોલ્ડ જવેલરી ખરીદવા માગતા લોકો માટે હાલ સારો મોકો છે, તેમ પણ એશે જણાવ્યું હતું.

(11:42 am IST)