Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મ્યુઝિક ગ્રૂપ શિલોંગ ચેમ્બર કોયરના સ્થાપક અને જાણીતા સંગીતકાર નીલ નોંગકિરીન્હનું નિધન થયું

વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી

મુંબઈ : મ્યુઝિક ગ્રૂપ શિલોંગ ચેમ્બર કોયર (એસસીસી)ના સ્થાપક અને જાણીતા સંગીતકાર નીલ નોંગકિરીન્હનું બુધવારે માંદગીના કારણે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 52 વર્ષના હતા. એસસીસીના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે શ્રી નીલ નોંગકિન્રીહ શિલોંગ ચેમ્બર કોયરના ઉત્કૃષ્ટ આશ્રયદાતા હતા, જેમણે વૈશ્વિક સ્તરે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મેં તેના કેટલાક શાનદાર પ્રદર્શન પણ જોયા છે. તેઓ જલદી છોડીને જતા રહ્યા. તેમની સર્જનાત્મકતા હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના

મ્યુઝિક ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું કે નીલ અને તેની ટીમ છેલ્લા ત્રણ મહિનાથી મુંબઈમાં છે. તેમણે કહ્યું કે તેને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  હતા અને આજે સાંજે સર્જરી બાદ તેમનું નિધન થયું હતું.તેમણે કહ્યું કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થતાં જ નીલના મૃતદેહને મુંબઈમાં તેના ઘરે પરત લાવવામાં આવશે. તેમને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા

(11:23 pm IST)