Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટથી જયપુરમાં થયું પ્રથમ મૃત્યુ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

72 વર્ષીય દર્દી ઓમિક્રોન પોઝિટિવ આવ્યા બાદ નેગેટિવ આવ્યા પછી કેટલાક કોમ્લિકેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલ:તેને ઓમિક્રોનથી જ મૃત્યુ મનાશે :દર્દી સતત હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.

નવી દિલ્હી: ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ: કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનથી દેશમાં પ્રથમ મૃત્યુ થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ મૃત્યુ જયપુરમાં થયું છે. 72 વર્ષીય દર્દી ઓમિક્રોન પોઝિટિવ નીકળ્યો પછી નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક કોમ્લિકેશનના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રાલયના સૂત્રએ કહ્યું કે તેને ઓમિક્રોનથી જ મૃત્યુ માનવામાં આવશે કારણ કે દર્દી સતત હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.

બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2 લાખને વટાવી ગઈ છે.

હાલમાં સમગ્ર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 214,004 છે. તે જ સમયે, એક દિવસમાં 15,389 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 34,321,803 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 98.01 ટકા છે.

મૃત્યુના આંકડા વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 534 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કેરળમાં જૂના મૃત્યુઆંક 432 થઈ ગયો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 482,551 લોકોના મોત થયા છે.

(6:55 pm IST)