Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ભારત કાશ્‍મીરમાં માનવતા વિરૂદ્ધ અપરાધ કરી રહ્યુ છે, સંયુક્‍ત રાષ્‍ટ્રએ તેના ઉપર કાર્યવાહી કરવી જોઇએઃ પાકિસ્‍તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્‍વિટ કરીને માંગ કરી

કાશ્‍મીરમાં યુએન દ્વારા દેખરેખ હેઠળના લોકમત માટે સુરક્ષા પરિષદની પ્રતિબદ્ધતા અધુરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે ભારત કાશ્મીરમાં માનવતા વિરુદ્ધ અપરાધ કરી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રએ તેના પર કાર્યવાહી કરવી જોઈએ.

બુધવારે ટ્વીટ કરીને ઈમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને કાશ્મીર મુદ્દે પગલાં લેવાની અપીલ કરી હતી.

તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીરમાં ભારતના યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધો પર કાર્યવાહી કરવી જોઈએ કારણ કે કાશ્મીરી લોકોએ ભારતીય કબજા અને જુલમને અસ્વીકાર અને વિરોધ કર્યો છે. પાકિસ્તાન કાશ્મીરીઓના સંઘર્ષ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.

અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, “કાશ્મીરમાં યુએન દ્વારા દેખરેખ હેઠળના લોકમત માટે સુરક્ષા પરિષદની પ્રતિબદ્ધતા અધૂરી રહી છે અને હિંદુત્વવાદી મોદી સરકાર આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને 4થી જીનીવા સંમેલનનું ઉલ્લંઘન કર્યું છે. ભારત કાશ્મીરની વસ્તી બદલવા માટે યુદ્ધ અપરાધો કરી રહ્યું છે. .

(4:53 pm IST)