Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વર્ચ્યુઅલ રેલી, વ્હોટસએપ, ફેસબુક અને ટવીટર દ્વારા ભાષણો પહોંચાડાશે

ઓમીક્રોન વચ્ચે હાઇબ્રીડ પધ્ધતિથી લોકો સુધી પોતાની વાત પહોંચાડશે ભાજપા

નવી દિલ્હી, તા.૫: ઓમીક્રોનના વધી રહેલા સંક્રમણ વચ્ચે પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીઓ માટે ભાજપા હાઇબ્રીડ પ્રચારની તૈયારીઓ કરી રહી છે. તેના હેઠળ વર્ચ્યુઅલ અને પરંપરાગત એમ બંને રીતે પ્રચાર કરવામાં આવશે. ચુંટણીની તારીખોની જાહેરાત પછી પક્ષ વિધીવત રીતે પોતાનો પ્રચાર કાર્યક્રમ તૈયાર કરશે. વર્ચ્યુઅલ રેલીઓમાં પણ મન કી બાતની જેમ ઠેક ઠેકાણે લોકોને ભેગા કરીને પોતાના મુખ્ય નેતાઓના ભાષણોના ઓડીયો-વીડીયો ચલાવશે.

વડાપ્રધાન મોદી ગૃહપ્રધાન અમિતભાઇ શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને વિભીન્ન રાજયોના મુખ્યપ્રધાનો સહિત ભાજપાના મુખ્ય નેતાઓનએ ચુંટણી તારીખોની જાહેરાત પહેલા જ વિભીન્ન સરકારી અને બિન સરકારી કાર્યક્રમો દ્વારા ચુંટણીવાળા પાંચેય રાજયોમાં વ્યાપક કાર્યક્રમો કર્યા છે. જેમાં સભાઓ અને સંમેલનો સામેલ રહ્યા છે. આનાથી પક્ષના પ્રચાર અભિયાનનો એક તબક્કો પુરો થયો છે. હવે મુખ્ય ચુંટણી પ્રચાર અભિયાનની તૈયારી શરૂ થઇ ગઇ છે. પક્ષનું આ અભિયાન પણ મેગા સ્ટાર હશે, જેમાં તેના બધા મોટા નેતાઓની સાથે રાજયોના મુખ્ય નેતાઓ પણ ઉંતરશે. ભાજપા આ પહેલાની ચુંટણીમાં પણ વર્ચ્યુઅલ રેલીઓ કરી ચૂકી છે.

દરેક વિધાનસભા ક્ષેત્રના દરેક ગામમાં ‘મન કી બાત’ની જેમ કાર્યક્રમો કરવામાં આવશે. આ ઉંપરાંત મોબાઇલ પર પણ લીંક દ્વારા આ ભાષણો ઉંપલબ્ધ રહેશે. વ્હોટસએપ ગ્રુપ, ફેસબુક અને ટવીટર દ્વારા પણ આ ભાષણો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જો કે પક્ષની પારંપરિક રેલીઓની તૈયારીઓ પણ પુર્ણ થઇ ચૂકી છે પણ તે કોરોના સંક્રમણની પરિસ્થિતી કેવી છે તેના પર આધાર રાખશે

(2:36 pm IST)